સર્વોદય સેવા સમિતિના પ્રમુખ શરદભાઈ મહેતા તેમના પરિવાર સહિત આરેણા ગામે આવ્યા હતા. આ માટે તેમણે શિવમ્ ચક્ષુદાન આરેણાના સંચાલકનો સંપર્ક કર્યો
હતો.
હાલ ચાલી રહેલ કોરોના મહામારીના કારણે લોકો સુરક્ષીત રહી શકે તે માટે સર્વોદય સેવા સમિતિ દ્વારા સિનિયર સીટીઝન લોકો કે જેઓ શારિરીક રીતે સક્ષમ ન હોય તેઓને ૧૦૦ જેટલા નાસ મશીન, નાસ માટેનું લિક્વિડ, હોમિયોપેથી દવા, માસ્ક, ઉકાળો કિટ તેમજ ટ્રસ્ટનો લોગો અને નામ સાથેની થેલી અર્પણ કરવામાં આવેલ હતી. આ કાર્યમાં શેરીયાજ ગામના સરપંચ અને પૂર્વ જીલ્લા પંચાયતના સદસ્ય જેઠાભાઈ ચુડાસમા, આરેણા ગામના સરપંચ સોમાતભાઈ રામ, આરેણા પે.સે.શાળાના આચાર્ય અશોકભાઈ મોરી, શેરિયાજ પ્રા.શાળાના આચાર્ય અર્જુનભાઈ ચાવડા, આરોગ્ય કર્મચારી ભરતભાઈ ચાવડા, આરેણા ગૌ સેવા સમિતિના યુવાનો, સંજીવની નેચર ગૃપ આરેણાના યુવાનો પ્રેરક ઉપસ્થિત રહ્યા હતા. સર્વોદય સેવા સમિતિના પ્રમુખ શરદભાઈ મહેતા દ્વારા કોવિડ-૧૯ની સુરક્ષા સામે લડવા માટે કીટ વિતરણનું જે ઉમદા કાર્ય કર્યું તેને શિવમ્ ચક્ષુદાન આરેણા અને ઉપસ્થિત તમામ લોકોએ બિરદાવ્યું હતું.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews