રોપ-વે યોજનાનાં લોકાર્પણની ગણાતી ઘડીઓ : કલેકટરશ્રીનાં અધ્યક્ષ સ્થાને આજે મહત્વની બેઠક

જૂનાગઢ અને સમગ્ર સોરઠ પંથકની જનતાનું જયાં ધ્યાન કેન્દ્રીત થયેલું છે એમ કહેવાય છે કે, જેના લોકાર્પણ થવાની સાથે સોરઠમાં વિકાસની ક્રાંતિનો એક નવો અધ્યાય શરૂ થવાનો છે. તેવી મહત્વાકાંક્ષી યોજના કે જે સોરઠની જીવાદોરી સમાન ગણાવાય રહી છે અને ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેકટ રોપ-વે હવે નજીકનાં દિવસોમાં સાકાર થઈ રહયો છે. ઘણાં લાંબા વર્ષોની પ્રતિક્ષાનો જાણે અંત આવી રહયો છે. આ યોજનાને જેમ બને તેમ વહેલી તકે લોકોને અર્પણ કરવા માટેનાં પ્રયાસો હાથ ધરવામાં આવી રહયા છે. જેના ભાગરૂપે આજે જૂનાગઢ જીલ્લા કલેકટર ડો.સોરભ પારઘીની અધ્યક્ષતામાં આજે એક મહત્વની બેઠક યોજવામાં આવી રહી છે. અને રોપ-વે યોજનાનાં પ્રાયોગીક ધોરણે લોકાર્પણના કાર્યક્રમ અંગે તખ્તો ગોઠવાઈ રહયો છે. સરકાર તરફથી રોપ-વે યોજના માટેની તારીખ અંગેનું કન્ફર્મેશન થાય તેની રાહ જાેવાઈ રહી છે. લોકાર્પણનાં કાર્યક્રમની તૈયારીનાં ભાગરૂપે જૂનાગઢ જીલ્લા કલેકટરની રાહભરી હેઠળ વહીવટી તંત્ર સજજ બની ગયું છે.
રોપ-વે યોજનાનો પ્રોજેકટ હવે પુરો થઈ ગયો છે અને તેનું આગામી દિવસોમાં જ લોકાર્પણ થવા જઈ રહયું છે. જીલ્લા વહીવટી તંત્ર લોકાર્પણ માટેની તૈયારીમાં પડી ગયું છે. તંત્ર સંપુર્ણ સજજ બની ગયું હોવાનું જાણવા મળે છે. એશિયાનાં સૌથી મોટા ગિરનાર રોપ-વે પ્રોજેકટનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ડીજીટલ ઉદઘાટન કરે તેવી સંભાવના છે. ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ આ પ્રસંગે સ્પસ્થિત રહેશે. ૧૩૦ કરોડનો ખર્ચ જનતા માટે ખુલ્લો મુકવામાં આવશે. ઉદઘાટન કાર્ય પુર્ણ થયાં બાદ તાત્કાલીક પ્રવાસીઓ જઈ નહીં શકે. દરમ્યાન રોપ-વેથી અંબાજી સુધી માત્ર ૮ મિનીટમાં જ પહોંચી શકાશે. રોપ-વેમાં ૮ ટ્રોલી રહેશે. એક કલાકમાં ૮૦૦ લોકોનું પરિવહન થશે. એક અંદાજ મુજબ ગિરનાર રોપ-વે શરૂ થયા બાદ વર્ષે ૪૦ લાખ યાત્રાળુઓનો વધારો છે. વાર્ષિક ર૦૦ કરોડ આવકનો અંદાજ પણ છે. અત્રે ઉલ્લેખનિય છે કે આ વર્ષે કોરોનાની મહામારીના ખતરા સામે પ્રતિબંધ હોય જેને લઈને ભવનાથ ક્ષેત્રમાં પ્રવાસી જનતા અને ભાવિકો જઈ શકતા નથી. અને તકેદારી રાખવામાં આવી રહી છે. હવે જયારે ધીમે – ધીમે બધુ ખુલી રહયું છે. ત્યારે સોશ્યલ ડિસ્ટન્સ સાથે ભાવિકો દેવદર્શને જઈ શકે છે. આગામી તા.૧૭ થી જગતજનનીમાં જગદંબાનાં નવલા નોરતા શરૂ થઈ રહયા છે. ત્યારે સૌ જૂનાગઢવાસીઓ અને સોરઠવાસીઓ આપણે સૌ પ્રાર્થના કરીએ આ મહામારીનાં સંકટમાંથી સૌને માતાજી પાર ઉતારે સૌનું કલ્યાણ કરે તેમજ આપણા સોએ જે રોપ-વે યોજનાનું સપનું સેવેલ છે તે વહેલી તકે સારવાર થાય અને જૂનાગઢ અને સોરઠનાં વિકાસનો નવો અધ્યાય શરૂ થાય તેવી જગતનની માં જગદંબા પાસે
પ્રાર્થના. અંદાજીત ર૪ ઓકટોબરે નવી દિલ્હીથી રીમોટ કંટ્રોલથી આ યોજનાનો પ્રારંભ થાય તેવી હાલ તૈયારી થઈ રહી છે, સંભવીત તારીખમાં ફેરફાર પણ થઈ શકે છે.
રોપવે યોજનાની સાથે… સાથે…
એશિયાનો સૌથી મોટો ગિરનાર પર્વત ઉપર ર.૧૩ કિ.મી.નો રોપવે
ગિરનાર પર્વત ઉપર ર.૧૩ કિ.મી. લાંબો રોપવે તૈયાર થયો છે જે ર૩ વર્ષે પૂર્ણ થયો છે. આ રોપવેની ૮૦૦ લોકોની ક્ષમતા છે. રૂા. ૧૩૦ કરોડનો ખર્ચ થયો છે. ૭.ર૮ મિનીટમાં ર.૧૩ કિ.મી. અંતર કાપે છે.
ઉષા બ્રેકો કંપની ભારતમાં પાંચ રોપવેનું સંચાલન કરે છે
ગિરનાર રોપવેનું કામ ઉષા બ્રેકો કંપની કરી રહીછે. આ કંપની હાલમાં ભારતમાં માં મનષાદેવી (હરિદ્વાર), માં ચંડીદેવી (હરિદ્વાર), માં મહાકાલી (પાવાગઢ, ગુજરાત) અંબાજીમાતા (ગુજરાત) અને માલમપુર્ઝા ગાર્ડન (પાવાગઢ, કેરળ)માં સંચાલન કરે છે.
આસામમાં બ્રહ્મપુત્રા નદી ઉપર ૧.૮ કિ.મી.નો રોપવે
આસામનાં ગુવાહાટીમાં બ્રહ્મપુત્રા નદી ઉપર ૧.૮ કિ.મી.નો લાંબો રોપવે તૈયાર થયો છે જે ૧૧ વર્ષે પૂર્ણ થયો છે. આ રોપવેની ૩૦ લોકોની ક્ષમતા છે. રૂા. ૬પ કરોડનો ખર્ચ થયો છે. ૬૦ રૂપિયા ભાડુ છે. ૮ મિનીટમાં ૧.૭ કિ.મી.નું અંતર કાપે છે.
ગુજરાતમાં સૌથી લાંબો, ચોથો રોપવે શરૂ થશે
ગુજરાતમાં ત્રણ રોપવે કાર્યરત છે. ૧૯૮૬ થી પાવાગઢ ૧૯૯૮થી અંબાજી અને સાપુતારામાં પ્રાઈવેટ રોપવે છે. ગિરનાર રોપવે એ ગુજરાતનો સૌથી લાંબો અનેચોથો રોપવે પ્રોજેકટ બનશે.
૯ ટાવર પૈકી પ-૬ નંબરના ટાવર વચ્ચે ૧ કિ.મી.નું અંતર
ગિરનાર રોપવેમાં ૯ ટાવર ઉભા કરાયા છે જેમાં પ અને ૬ નંબરના ટાવર વચ્ચે ૧ કિ.મી.નું અંતર છે. આ બંને ટાવર વચ્ચે ૧પ૦૦ ફુટ ખીણ છે.
૩૪ માસ બાદ ગિરનાર રોપવે પ્રોજેકટ શરૂ થશે
૪, ડિસેમ્બર ર૦૧૭ નાં ચૂંટણી પ્રચારમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જૂનાગઢ આવ્યા હતા અને જૂનાગઢમાં યોજાયેલી ચૂંટણી પ્રચારની સભામાં તેમણે જણાવ્યું હતું કે,
૯-૧૧-ર૦૧૮ ના ગિરનાર રોપવે શરૂ થાય તેવી જાહેરાત કરી હતી. જાે કે હવે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરેલી આ જાહેરાતના ૩૪ માસ બાદ ગિરનાર રોપવે શરૂ થઈ રહ્યો છે.
તેજ હવામાં પણ રોપવે ચાલુ રહી શકશે
ગિરનાર રોપવે અત્યંત આધુનિક ટેકનિક સાથે બનાવાયો છે. ગિરનાર પર્વત ઉપર ખુબ જ તેજ હવા રહે છે ત્યારે ૮૦ કિ.મી.ને પવન ફુંકાશે તેમાં પણ રોપવે ચાલુ રહી શકે તેવી ક્ષમતા છે.
૮ પેસેન્જરની રપ ટ્રોલી
ગિરનાર રોપવે પ્રોજેકટ શરૂ થઈ રહયો છે ૮૦ યાત્રિકો બેસી શકે તેવી કેબીન બનાવવા વિચારણા કરાઈ હતી પરંતુ ગિરનાર પર્વત ઉપર પવનની ઝડપ અને ઉંચાઈ જાેતાં તેમાં ફેરફાર કરાયો છે અને હવે ૮ યાત્રિકો બેસી શકે તેવી રપ ટ્રોલી તૈયાર કરાઈ છે.
તળેટીથી અંબાજી ગિરનાર પર્વતની ટુંક સુધી ૭.ર૮ મિનીટમાં પહોંચશે
રોપવે ૧ ટ્રોલી એક સેકન્ડમાં પાંચ મીટરનું અંતર કાપશે અને ૭.ર૮ મિનીટમાં અંબાજી (અપર સ્ટેશન)થી તળેટી (લોઅર સ્ટેશન) સુધી પહોંચશે. બે ટ્રોલી વચ્ચે ૩૬ સેકન્ડનું અંતર રહેશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!