જૂનાગઢના વયોવૃદ્ધ ચોટલીયા દંપતી કોરોનાને માત આપી સ્વસ્થ બન્યા

0

જૂનાગઢના અગ્રણી વેપારી અને સામાજિક કાર્યકર કિશોરભાઈ ચોટલીયાના પરિવારમાં સૌપ્રથમ તેમના ધર્મપત્ની છાયાબેન ચોટલીયા કોરોના સંક્રમિત થયા હતા. ત્યારબાદ તેમના ભાઈ છબીલભાઈ ચોટલીયા પણ કોરોના સંક્રમિત થયા હતા, પરિવારમાં બે કોરોના પોઝિટિવ થતા કિશોરભાઈ ચોટલીયાને તેમના વૃદ્ધ માતા મુક્તાબેન ઉમર વર્ષ ૮૦ અને પિતા મોહનભાઈ ચોટલીયા ઉમર વર્ષ ૮૩, આ બંનેની ચિંતા થતાં કોરોના ટેસ્ટ કરાવતા બંનેનો રિપોર્ટ પોઝિટિવ આવતા પરિવારમાં ચિંતાનું વાતાવરણ છવાઈ ગયું હતું. જેથી તાત્કાલીન જ તેમને હાટકેશ હોસ્પિટલ ખાતે એમના ફેમિલી ડોક્ટર જય રાણીંગાને ત્યાં સારવાર માટે લઇ ગયા હતા. ડોક્ટરે રિપોર્ટ જોઈ તપાસ કરી ખૂબ જ સહજતાથી કહ્યું, દાદા ચિંતા કરવાની કોઈ જરૂર નથી તમે બંને ઘર ઉપર કોરન્ટાઈન રહીને આ જે દવા છે તે કોર્સ પૂરો કરશો એટલે તમે એકદમ સ્વસ્થ થઈ જશો. આ પ્રમાણે ડોક્ટર જય રાણીંગાની સૂચના અને આશ્વાસનથી ૧૪ દિવસ હોમ કોરન્ટાઈન રહી મોહનભાઈ તથા મુક્તાબેન ચોટલીયા વયોવૃદ્ધ હોવા છતાં એકદમ સ્વસ્થ થઇ ગયેલ છે. આ દંપતી આ તકે ભગવાન તથા ડોક્ટર જય રાણીંગાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!