જૂનાગઢમાંથી દારૂનાં ગુનામાં ચાર મહિલા સહિત ૯ને હદપાર કરતી પોલીસ

0

જૂનાગઢમાં દારૂની પ્રવૃત્તિમાં અવાર-નવાર પકડાયેલી ચાર મહિલા સહિત નવ બુટલેગરોને એ-ડિવિઝન પોલીસે જીલ્લામાંથી હદપાર કર્યો છે. નવ શખ્સોને હદપાર કરવા દરખાસ્ત કરાઈ હતી. જેને એસડીએમ દ્વારા મંજુરી અપાતાં આજે એ-ડિવિઝન પોલીસે રફીક ઉર્ફે દોઢીયો ઓસમાણને ૧પ માસ માટે, અનવર ઉર્ફે અનુ હાસમ કાળુ સીદી બ્લોચને એક-એક વર્ષ માટે રહીમ નુરમહમંદને ૧પ માસ માટે સલીમ ઉર્ફે કાલીયો જુમાને એક વર્ષ માટે, નસીમા ઉર્ફે જમાબેન જાવીદ પઠાણને બે માસ માટે, સવિતાબેન હરેશને છ માસ રાધાબેન હનુભાઈને ચાર માસ માટે અને ભારતીબેન બાબુ ચુનારાને પાંચ માસ માટે જૂનાગઢ જીલ્લામાંથી હદપાર કર્યા હતાં.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!