ભારત અને અમેરિકા સહિત સંખ્યાબંધ દેશો સાથે ટકરાવ ઈચ્છતા યુધ્ધખોર ચીને હવે વિસ્ફોટકોથી સજ્જ આત્મઘાતી ડ્રોનની એક આખી ફોજ તૈયાર કરી છે. આ ડ્રોનને એક ટ્યુબમાંથી જે રીતે મિસાઈલ લોન્ચ કરે તે રીતે લોન્ચ કરાય છે.તેને હળવા વાહન અને હેલિકોપ્ટર ઉપર પણ ગોઠવી શકાય છે.ચીનની ડ્રોનની આખી ફોજ દુનિયાભરની સેનાઓ માટે ચિંતાનો વિષય બની રહી છે.ચીન દ્વારા તેનુ ગયા મહિને સફળ પરિક્ષણ કરવામાં આવ્યુ છે. ૨૦૧૭માં ચીને ૧૨૦ આવા ડ્રોન એક સાથે ઉડાવ્યા હતા અને એ પછી ૨૦૦ ડ્રોનને ઉડાવીને બતાવ્યા હતા.આ આત્મઘાતી ડ્રોનનુ નામ સીએચ-૯૦૧ હોવાનુ બહાર આવ્યુ છે.તેમાં ટાર્ગેટની ઓળખ કરવા એક સેન્સર લગાવાયુ છે.ચીને ડ્રોનને લોન્ચ કરવા માટે જે લોન્ચર બનાવ્યુ છે તેમાંથી એક સાથે ૪૮ ડ્રોન લોન્ચ કરી શકાય છે.વિડિયોમાં જાેઈ શકાય છે કે એક સાથે ૧૧ ડ્રોન ઉડી રહ્યા છે અને ચીની સેનાનો એક જવાન તેને એક ડિવાઈસ વડે હુમલો કરવા અને રસ્તો બદલવા માટે કંટ્રોલ કરી રહ્યો છે.આ ડ્રોનની અંદર લગાડેલા કેમેરા થકી પહેલા નિરિક્ષણ કરીને ટાર્ગેટની ઓળખ થઈ શકે છે.જાે આ કેમેરા ઈન્ફ્રારેડ હોય તો ડ્રોન રાતના સમયે પણ હુલમો કરવા સક્ષમ હશે.જાણકારોનુ કહેવુ છે કે, ડ્રોનની ટેકનોલોજી ઘણી આધુનિક લાગે છે.ચીન આ ડ્રોન આર્મી તૈયાર કરી ચુક્્યુ છે અથવા તો તૈયાર કરવાની બહુ નજીક છે. કોઈ પણ દેશ માટે ડ્રોનના આખા ઝુંડને હુમલો કરતો રોકવુ મુશ્કેલ હોય છે.એર ડિફેન્સ સિસ્ટમ વધારે પડતા મલ્ટીપલ ટાર્ગેટથી ચકરાવે ચઢી જાય છે અને નક્કી કરી શકતી નથી કે કોને નિશાન બનાવવુ .આ દરમ્યાનમાં ડ્રોન પોતાનુ કામ તમામ કરી દે છે.આવા હુમલાને રોકવા માટે હજી સુધી કોઈ એર ડિફેન્સ સિસ્ટમ બની નથી.આ આત્મઘાતી ડ્રોન પોતે જ એક મિસાઈલ હોય છે.જેમાં વિસ્ફોટકો ભરેલા હોય છે અને તે ટાર્ગેટ સાથે ટકારય છે.તેને ૧૦૦૦ કિલોમીટર દુર સુધી ઓપરેટ કરી શકાય છે. ભારત માટે ચિંતાનો વિષય એ છે કે, અઝરબૈજાન અને આર્મેનિયા વચ્ચેના યુધ્ધમાં અઝરબૈજાને ઈઝારાયેલી બનાવટના આત્મઘાતી ડ્રોનનો સફળતાપૂર્વક ઉપયોગ કર્યો છે અને તેના કારણે આર્મેનિયાની સેનાને નુકસાન પણ થયુ છે. ચીન પહેલા અમેરિકાએ પણ આવુ આત્મઘાતી ડ્રોન બનાવ્યુ છે. હવે ભારત પણ આવા ડ્રોન ખરીદવાની તૈયારી કરી રહ્ય્š છે. ભારતની સ્પેશ્યલ ફોર્સ આવા ડ્રોનનો ઉપયોગ કરે છે.ભારત પણ ઈઝરાયેલ પાસે આવા આત્મઘાતી ડ્રોન ખરીદે તેવી શક્યતા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews