કાયમી ધોરણે આજીવન ફી લઈને લાઈસન્સ આપવાની સૂચના આપી હોવા છતાં ગુમાસ્તાધારાની ફી હજી સુધી નક્કી ન કરાતાં વહીવટી તંત્ર-વેપારીઓ વચ્ચે ઘર્ષણ

0

ગુજરાત સરકારે ગુમાસ્તાધારાના લાયસન્સ માટે નવા નિયમો લાગુ કરી કાયમી ધોરણે આજીવન ફી લઈને લાઇસન્સ આપવાની સુચના તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને આપવામાં આવી હતી પરંતુ તેમાં કેટલી ફી લેવાની કે આ દિવસો સુધી નક્કી નહીં કરતા વિવાદ સર્જાયો છે. ગુજરાત સરકારે ગત વિધાનસભાની ચૂંટણી પૂર્વે કેન્દ્ર સરકારના આદેશ બાદ એવી જાહેરાત કરી હતી કે વ્યાપાર ધંધા પણ ઉદ્યોગની જેમ ચોવીસ કલાક ચાલુ રાખી શકાશે તેમજ ગુમાસ્તાધારાનું લાયસન્સ આજીવન આપવામાં આવશે અને તેની ફી પણ આજીવન વસૂલ કરવાની રહેશે. ગુજરાત સરકારની આ જાહેરાતને ચાર વર્ષનો સમય વીતી ગયો છે છતાં પણ આજ દિન સુધી ગુજરાતમાં ૨૪ કલાક મોલ કે દુકાનો ચાલુ રાખવા અંગેની આગળ કોઇ કાર્યવાહી થઇ નથી. દરમ્યાનમાં કોરોના મહામારીની અસર થતા લોકડાઉન નાખવામાં આવ્યું જેથી વ્યાપાર ધંધા ઉદ્યોગ થઈ ગયા હતા હવે ધીરે ધીરે લોકડાઉન ખોલવામાં આવી રહ્ય્šં છે પરંતુ હજી ૨૪ કલાક વ્યાપાર ધંધા ચલાવવા અંગે ફરી કોઈ ર્નિણય જાહેર કરવામાં આવ્યો નથી. દરમ્યાનમાં ગુમાસ્તાધારા લાયસન્સ માટે આજીવન ફી વસુલ કરવાની જાહેરાત પણ રાજ્ય સરકારે કરી હતી પરંતુ કોર્પોરેશન અને નગરપાલિકાઓના વિસ્તારમાં વ્યાપાર ધંધો કરનારાને આજીવન ગુમાસ્તાધારાનું લાયસન્સ આપવા માટે કેટલી રકમની ફી વસૂલાત કરવી તે અંગે આજ દિન સુધી કોઈપણ પ્રકારની ગાઈડલાઈન આપવામાં આવી નથી. જેથી કોર્પોરેશનો કે નગરપાલિકા દ્વારા આજીવન ગુમાસ્તાધારા લાયસન્સ માટેની ફી વસૂલ કરી શકતી નથી અને આજીવન લાયસન્સ પણ આપી શકતી નથી. જેને કારણે વહીવટી તંત્રને વેપારીઓ વચ્ચે અવારનવાર વિવાદ સર્જાતા રહે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!