યુરોપમાં દૈનિક સ્તરે ૧ લાખથી વધુ કોરોનાનાં કેસ સામે આવી રહ્યા છે, ઘણા દેશો લોકડાઉન તરફ વળ્યા : WHO

દુનિયાભરના દેશોમાં ફેલાઇ ચૂકેલી કોરોના મહામારી હવે તેનું ભયાનક રૂપ બતાવી રહી છે. જે આખી દુનિયા માટે ભારે ચિંતા ઉભી કરશે, કારણ કે કોરોના મહામારી સામે હથિયાર મૂકી દીધેલા યુરોપના કેટલાક દેશોમાં કોરોના વાયરસની સેકન્ડ વેવ શરુ થઇ હોવાના સંકેત મળ્યા છે. જે પહેલા કરતા પણ ભયાનક હોવાની આશંકા છે. આ જ કારણથી યુરોપના કેટલાક દેશોમાં લોકડાઉન લાગૂ કરાયુ છે અને ફ્રાન્સમાં કરફ્યુની સ્થિતિ ઉભી થઇ છે. જાેકે લોકડાઉન બાદ ભારત હવે અનલોક થઇ રહ્ય્š છે, પરંતુ અહીં પણ દૈનિક સ્તરે સંક્રમણના કેસોમાં ઉછાળો નોંધાયો છે. કોરોના મહામારી ફેલાવાનો ક્રમ જાેઇએ તો ચીન પછી સંક્રમણની શરૂઆત યુરોપમાં જાેવા મળી હતી, પરંતુ એ પછી અમેરિકામાં તબાહી મચાવી એશિયામાં દાખલ થયું. યુરોપના ફ્રાન્સ, ઇટાલી, જર્મની વધુ સંક્રમિત દેશોમાં સામેલ છે. આ દેશોએ કોરોના કાળના પ્રતિબંધો હચાવી દીધા હતા અને અનલોકમાં સામાન્ય જીવનની નવી શરૂઆત કરી હતી. પરંતુ વિતેલા ૧૦ દિવસમાં આ દેશોમાં કોરોના સંક્રમણના કેસોમાં અચાનક આવેલો ઉછાળો ચિંતાનો વિષય બની ગયો છે. ફ્રાન્સમાં રાત્રિના નવ વાગ્યાથી સવારે છ વાગ્યા સુધીનું કરફ્યુ લાગૂ કરતા દેશમાં મેડિકલ ઇમરજન્સી જાહેર કરી છે. જર્મની પણ આજ સ્થિતિનો સામનો કરી રહ્ય્š છે. આ સિવાયે ઇંગ્લેન્ડ, ચેક રિપબ્લિક અને અન્ય દેશોમાં કેસોમાં વધારો નોંધાયો છે. ડબલ્યુએચઓ મુજબ વિતેલા સાત દિવસથી યુરોપમાં દૈનિક એક લાખ સંક્રમણના કેસ સામે આવી રહ્યા છે. બીજી તરફ અનલોક થઇ રહેલા ભારતમાં સરકારી આંકડાઓ દર્શાવે છે કે સ્થિતિ સુધારા ઉપર છે, કેસો વધી રહ્યા છે પરંતુ રિકવરી રેટમાં ઘણો સુધારો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!