શિક્ષણ ક્ષેત્રે દેશના ટોચના રાજ્યોમાં સામેલ કેરળે વધુ એક મોટી ઉપલબ્ધિ હાંસલ કરી લીધી છે. દેશમાં સાક્ષરતામાં નંબર વન રાજ્યએ તમામ સરકારી સ્કૂલોને સંપૂર્ણ રીતે ડિજિટલ કરવાની જાહેરાત કરી હતી. સરકારે દાવો કર્યો છે કે રાજ્યની ૧૬ હજાર સેકન્ડરી અને પ્રાઈમરી સ્કુલોમાં હાઈ ટેક ક્લાસરૂમ અને લેબ છે. સ્કૂલોને સંપૂર્ણ રીતેે ડિજિટલ કરવા ઉપર સરકારે ૭૯૩ કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચની સામે આ કામને માત્ર ૫૯૫ કરોડ રૂપિયા ખર્ચીને પૂરૂ કર્યું છે. આમે ૧૯૮ કરોડ રૂપિયાની બચત કરીને સ્કૂલોને હાઈ ટેક બનાવી દીધો. આવો સમજીએ કે કેરળના આ પ્રયોગનું શું મહત્વ છે અને નવા તૈયાર કરાયેલા હાઈટેક ક્લાસરૂમથી બાળકોને કેટલો ફાયદો થશે. જેમ-જેમ ટેકનોલોજી અને સમય બદલાઈ રહ્યો છે, અભ્યાસ કરવાની અને કરાવવાની રીતમાં પણ ફેરફાર આવી રહ્યો છે. સ્લેટ અને પેનથી અભ્યાસનો સમય હવે લગભગ ખત્મ થવા રહ્યો છે. સ્માર્ટ ક્લાસ હવે જરૂરિયાત બની રહી છે. લેકબોર્ડનો પણ સમય ખત્મ થઈ રહ્યો છે. હવે બાળકોને ઓડિયો-વિડીયો માધ્યમથી અભ્યાસ કરાવાઈ રહ્યો છે. ક્લાસમાં કોમ્પ્યુટર, વેબકેમ, પ્રોજેક્ટર દ્વારા અભ્યાસ થઈ રહ્યો છે. કોરોનાકાળમાં ઓનલાઈન અભ્યાસ બાળકોનો જીવનનો ભાગ બની ગયો છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews