યાત્રાધામ દ્વારકામાં ભગવાન શ્રી દ્વારકાધીશનાં જગતમંદિરમાં પુરૂષોત્તમ માસમાં સમગ્ર વર્ષ દરમ્યાન ઉજવાતા ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષે આસો અમાવસ્યનાં દિને જગતમંદિરમાં દીપાવલીનો તહેવાર ઉજવવામાં આવે છે તે અનુસાર પુરૂષોત્તમ માસની અમાસનાં દિવસે જગતમંદિરમાં દિપાવલીનાં તહેવારની ધામધૂમથી ભવ્ય ઉજવણી કરવામાં આવેલ હતી. આજે પુરૂષોત્તમ માસની અમાસ હોવાથી વહેલી સવારથી જ ભાવિકોનો મોટો સમુદાય બહારથી ઉમટી પડેલ અને ગોમતી નદીમાં સ્નાન કરીને ધન્યતા અનુભવી હતી. આજે પુરૂષોત્તમ માસનો અંતિમ દિવસ હોય તેથી સ્થાનિક લોકો પણ ગોમતી નદીમાં સ્નાન કરવા માટે કરવા માટે ઉમટી પડેલ હતા. આ પ્રસંગે વારાદારા પૂજારી દ્વારા કાળિયા ઠાકોરને ઉત્સવ અનુરૂપ શણગારથી નવાજવામાં આવેલ હતા. હાલમાં કોરોનાની મહામારીને કારણે જગતમંદિરમાં સોશ્યલ ડીસ્ટન્સનું પાલન કરાવીને ભાવિકોને શાંતિપૂર્ણ રીતે દર્શનની વ્યવસ્થા વહીવટીતંત્ર દ્વારા ગોઠવવામાં આવેલ હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews