ડબલ મર્ડર હત્યા કેસનો ભેદ ઉકેલતી જૂનાગઢ એલસીબી

0

જૂનાગઢથી કાર ભાડે લઈ અને ત્યારબાદ કાવતરૂ કરી અને જમીન અને પૈસાની લાલચને કારણે એક વ્યકિતને મોતને ઘાટ ઉતારી દઈ આજ બનાવનો ભેદ ઉકેલાય નહીં અને હત્યા કેસનાં બનાવ ઉપર પડદો પાડી દઈ તે માટે ટેકસીના ડ્રાઈવરને પણ મોતને ઘાટ ઉતારી દેવાના બનાવને પગલે સનસનાટી મચી જવા પામી છે. જાેકે આ ડબલ હત્યા કેસનો ભેદ ઉકેલવામાં જૂનાગઢ પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે અને આરોપીની ધરપકડ કરી અને તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે.
આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર જૂનાગઢનાં મધુરમ દિપાંજલી વિસ્તારમાં રહેતા અશ્વીન પ્રેમજીભાઈ પરમાર ધોબી (ઉ.વ.૪પ) કે જે ડ્રાઈવીંગ અને કાર ભાડે દેવાની કામગીરી કરે છે. તેમની ઈન્ડીંગા કાર જીજે-૧૧-બીએચ-૮૩ર૪ને કોઈ ભાડે લઈ ગયું હતું અને આ વર્ધી સાથે ગયેલા લોકો ચોટીલા પણ ગયા હતાં અને ત્યારબાદ અશ્વીભાઈ પ્રેમજીભાઈનો મોબાઈલ દોઢ વાગ્યાનાં અરસામાં બંધ થયો હતો અને તેને લઈને તેના પરિવારજનો મુંઝવણમાં મુકાઈ ગયા હતાં અને શોધખોળ કરવામાં આવી હતી. એટલું જ નહીં સી-ડીવીઝન પોલીસમાં આ બનાવ અંગે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી. દરમ્યાન આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ જૂનાગઢ રેન્જના આઈજીપી મનીન્દર સીંઘ પવાર, જીલ્લા પોલીસવડા રવિતેજા વાસમશેટી તેમજ જીલ્લા પોલીસ ડિવાયએસપી જાડેજાના માર્ગદર્શન હેઠળ એલસીબીના પીઆઈ ગોહીલ અને સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસની વિવિધ ટુકડીઓ આ બનાવમાં ભેદ ઉકેલવામાં સક્રિય બની હતી. દરમ્યાન સીસીટીવી ફુટેજના આધારે કેટલીક વિગતો મળી હતી. આ વિગત અનુસાર જૂનાગઢ ખાતેથી આ મોટર રવાના થયા બાદ સીસીટીવી ફુટેજના આધારે જે ભાડે કરનાર વ્યકિતની ઓળખ મળી છે તે અનુસાર ખડીયાની આસપાસ રહેતા નાનજીભાઈ ભીમાભાઈ કાતરીયા કે જેણે ર૦૧રમાં ધર્મ પરિવર્તન કરાવ્યું હતું અને નાનજી ભીમા કાતરીયા ઉર્ફે નાસીરખાન પઠાણ નામનો શખ્સ અગાઉ મર્ડર કેસ અને લૂંટના ગુનામાં પણ સંડોવાયેલ છે. તેમજ તેમની પત્નીને ત્રાસ આપી અને દુષ્પ્રેરણા આપવાના બનાવમાં હનીટ્રેપના બનાવમાં પણ આ શખ્સ સંડોવાયેલો છે. આ નાનજી ભીમા કાતરીયા ઉર્ફે નાસીરખાન પઠાણની બેન મરીયમબેન ઉર્ફે મંજુબેને જેતપુર તાલુકાના જેપુર ગામે રમેશ કલા બાલધા સાથે લગ્ન કરેલ હોય પરંતુ આ લગ્ન નાનજી ભીમા કાતરીયા ઉર્ફે નાસીરખાનને પસંદ ન હોય દરમ્યાન નાનજી ભીમા કાતરીયા અને મરીયમ ઉર્ફે મંજુબેને જૂનાગઢથી ટેકસી ભાડે કરી અને ત્યાંથી જેતપુરનાં જેપુર ગામે ગયા હતાં અને ત્યાં રમેશ કલા બાલધાને કારમાં બેસાડેલ હતો. ત્યારબાદ નાસીરખાન પઠાણીન પ્રેમીકા મનાતી પ્રવિણાબેન નામની યુવતીને પણ આ ટેકસીમાં બેસાડી હતી. રમેશ કલા બાલધાની આઠ વિઘા જમીન અને રપ લાખનો વીમો હોય તે પૈસાની લાલચમાં આવી જાે રમેશ કલાનો કાંટો દુર થાય તો આ પૈસા પોતાને મળે એ માટે કાવતરૂ ઘડી કાઢવામાં આવેલ. આ કારને પરત ફરતી વેળા મરીયમ બેન તેમજ પ્રવિણાબેનને ગોંડલ ખાતે ઉતારી દેવામાં આવ્યા હતાં. તેમજ રમેશ કલા બાલધા અને ગાડીના ડ્રાઈવર અશ્વીન પ્રેમજી પરમારને ચીકકાર દારૂ પીવડાવી દીધો હતો અને ત્યારબાદ ગોંડલ તાલુકાના આસપાસનાં વિસ્તારમાં આ ગાડીને ધકકો મારી દઈ અને આ બંનેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતાં. એકને પૈસાની લાલચમાં અને બીજાને આ મૃત્યુનો ભેદ અન્યને ન કહીં શકે તે માટે ડ્રાઈવરને પણ પતાવી દીધો હોવાનું બહાર આવેલ છે. એલસીબી પોલીસે સીસીટીવીનાં ફુટેજ તેમજ ટેકનીકલ સ્ટાફની મદદ લઈ આખરે આ હત્યા કેસના આરોપીને ઝડપી લઈ ગોંડલ તાલુકા પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!