વંથલીનાં શાપુરમાંથી પિસ્તોલ અને તમંચા સાથે એક શખ્સ ઝડપાયો

0

જૂનાગઢ એસઓજી પોલીસે વંથલી પંથકનાં શાપુરમાંથી એક શખ્સને દેશી હાથ બનાવટની પિસ્તોલ, તમંચા અને જીવતા કાર્ટીસ સાથે ઝડપી લઈ આરોપીને વંથલી પોલીસ સ્ટેશનને સોંપી દીધેલ છે. આ અંગેની પોલીસમાંથી મળતી વિગત મજબ જૂનાગઢ રેન્જ આઈજીપી મનીન્દર પ્રતાપસિંઘ પવાર અને જિલ્લા પોલીસવડા રવિ તેજા વાસમ શેટ્ટીની સુચના અને માર્ગદર્શન હેઠળ એસઓજી પોલીસને મળેલ બાતમીના આધારે એસઓજી પીઆઈ એચ. આઈ. ભાટી, પીએસઆઈ જે. એમ. વાળા અને સ્ટાફે વંથલી જૂનાગઢ રોડ ઉપર આવેલ બ્રીજ નીચે શાપુર ગામના જૂના બસ સ્ટેન્ડ પાસે ઉભેલ ઈકબાલ ઉર્ફે ગજનીભાઈ હમીરભાઈ સાંધ ગામેતી (ઉ.વ. ર૮, રહે. વંથલી, ગુરૂકુળ સોસાયટી, મુળ રહે. સાળંગપીપીળી, માણાવદર)ને દેશી હાથ બનાવટની પિસ્તોલ-ર કિંમત રૂા.પ૦ હજાર, દેશી બનાવટનો તમંચો-૧ કિંમત
રૂા. પ હજાર અને જીવતા કાર્ટીસ નંગ ૩ કિંમત રૂા. ૩૦૦ સહિત કુલ રૂા. પપ,૩૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. આ અંગે ગુનો દાખલ કરાવી આગળની કાર્યવાહી માટે આરોપીને વંથલી પોલીસ સ્ટેશનને સોંપેલ છે.
મેંદરડામાંથી મગફળીની સાત ગુણીની થયેલી ચોરી
મેંદરડાનાં ઉકાભાઈ લાલજીભાઈ ખુંટના ખુલ્લા ખેતરમાં ઓપનેર પાસેથી પડેલ માંડવીની ર૦ ગુણીમાંથી ૭ ગુણી રૂા.૧૦ હજારની ચોરાઈ જતા રમેશ વાઘેલા દેવીપુજક સામે ફરીયાદ નોંધાવવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!