સિંહ દર્શન માટે સાસણના સફારી પાર્કનાં દ્વાર ખુલ્યા

એશિયાઈ સિંહોનો જયાં વસવાટ છે અને જયાં દર વર્ષે લાખોની સંખ્યામાં પ્રવાસી જનતા મુલાકાત લેતી હોય છે. તેવા લાયન શો માટે પ્રખ્યાત અને ગુજરાતનાં બ્રાન્ડ એમ્બેસેડર અમિતાભ બચ્ચન ની એઈડ ફિલ્મ ખુશ્બુ ગુજરાતકી માં આ મહાનાયકના પ્રખ્યાત ડાયલોગ કુછ દિન ગુજારો ગુજરાતમે ને ધ્યાને લઈ ગુજરાતની ખુશ્બુ લેવા માટે જુદા-જુદા પ્રવાસન ધામો ઉપર દર વર્ષે પ્રવાસી જનતા ઉમટી પડે છે. તે પૈકી સાસણનાં સફારી પાર્ક કે જયાં સિંહોની ગર્જના સતત સંભળાતી રહી છે. આવા સુંદર મજાના સ્થળને ગુજરાત સરકાર અને પ્રવાસન વિભાગ દ્વારા પણ વિકસાવવામાં આવી રહેલ છે. ગુજરાત સરકારનાં પ્રવાસન વિભાગનાં મંત્રી જવાહરભાઈ ચાવડાના સતત પ્રયાસોને કારણે ગુજરાતનાં જુદા-જુદા પ્રવાસન સ્થળો વિકાસની નવી પ્રક્રિયા શરૂ થઈ ચુકી છે. અને સાસણ સફારી પાર્ક – દેવળીયા પાર્કને વગેરેને માટે યોજનાઓ જારી થઈ ચુકી છે. તેવા સાસણ સફારી પાર્કને આજે પ્રવાસી જનતા માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે. અને આ વિસ્તાર ફરી એકવાર પ્રવાસીઓના આગમનથી હર્યોભર્યો બન્યો છે અને સિંહોની ગર્જનાથી ગુંજી ઉઠયો છે.
સાસણનાં પ્રખ્યાત સફારી પાર્ક આજથી પ્રવાસી જનતા માટે ખુલ્લુ મુકવામાં આવેલ છે. અને આ સાથે જ પ્રવાસીઓનો પ્રવાહ હવે સાસણ તરફ શરૂ થયો છે. આગામી દિવસો તહેવારોના છે નવરાત્રી, દિપાવલી, બેસતું વર્ષ સહિતનાં તહેવારોનાં લઈને પણ પ્રવાસી જનતાનું સતત આગમન થવાનું છે. આજથી ખોલવામાં આવેલા સાસણ- સફારી પાર્કને કારણે આસપાસનાં ક્ષેત્રોમાં રોજગારીનું બજાર પણ જીવંત બનશે તેમ મનાય છે. સિંહ દર્શન માટે શ્રેષ્ઠ મનાતા સાસણ – સફારી પાર્કની આજથી પ્રવાસી જનતા આનંદ ઉઠાવી રહી છે. ત્યારે સફારી પાર્ક ખાતે સરકારશ્રીની ગાઈડ લાઈનનું ચુસ્તપણે પાલન સાથે પ્રવાસી જનતા માટે આગવી વ્યવસથા ગોઠવવામાં આવી હોવાનું ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ વાઈડ લાઈફ જૂનાગઢનાં દુષ્યંત ટી.વસાવડાએ જણાવ્યું હતું.
સિંહ દર્શન માટે અનોખું અને આગવું સ્થાન ગણાતા સાસણ – સફારી પાર્કને કોરોના સંક્રમણનાં ખતરા સામે માર્ચમાંથી સરકારશ્રીની સુચનાથી બંધ કરવામાં આવ્યું હતું. છેલ્લા સાત માસ થયા પ્રવાસી જનતાને અહીં આવવા માટે અને ખાસ કરીને સિંહ દર્શન માટે બંધ કરવામાં આવ્યું હતું. દરમ્યાન ગઈકાલે સરકારશ્રીની ગાઈડ લાઈન અને અનલોકના ભાગરૂપે ૧૬ ઓકટોબર એટલે કે આજથી સાસણનું સફારી પાર્ક (ખાસ કરીને સેન્ચુરી) પ્રવાસી જનતા માટે વિધીવત રીતે ખુલ્લુ મુકવામાં આવેલ છે. ૧ ઓકટોબરથી દેવળીયા પાર્ક ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. આજે સફારી પાર્ક સાસણને ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. સતત સાત માસ સુધી બંધ રહેલા સફારી પાર્કને આજે ખુલ્લુ મુકવામાં આવતા સફારી પાર્કમાં નવજીવનનો સંચાર થવા પામ્યો હતો. દરમ્યાન જૂનાગઢના ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ (વાઈડ લાઈફ) શ્રી દુષ્યંત ટી. વસાવડાએ સૌરાષ્ટ્રભૂમિ દૈનિક સાથેની વાતચીતમાં વિગતો આપતા જણાવ્યું હતું કે સરકારશ્રીની કોવીંડ ૧૯નું ચુસ્ત પણે પાલન કરવામાં આવી રહયું છે. દરરોજની ૧પ૦ પરમીટ ફાળવવામાં આવી છે. એક જીપ્સીમાં ત્રણ મોટેરા વ્યકતીઓ અને એક બાળકનો સમાવેશ કરવામાં આવશે. તેમજ ૧૦ થી વર્ષથી નાની ઉમંરના બાળકો અને ૬પ વર્ષની એઈજ ધરાવતા ઉંમરનાં લોકોને પ્રવેશ નહીં અપાય. તેમજ પ્રવાસી જનતાને માસ્ક ફરજીયાત પહેરવું તેમજ પ્રવાસીને જીપ્સીમાં બેસાડયા પહેલા જીપ્સીને સેનેટાઈઝ કરવામાં આવશે. પ્રવાસ કાર્ય પુર્ણ કર્યા બાદ તાત્કાલીક સેનેટાઈઝ કરવામાં આવશે. થર્મલ સ્કેનીંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ રીતે કોવીડની ગાઈડલાઈન મુજબ તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહયું છે તેમ ફોરેસ્ટ વિભાગનાં ચીફકન્ઝર્વેટર દુષ્યંત ટી. વસાવડાએ જણાવ્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!