જગતજનની જગદંબાનાં નવલા નોરતાનો આવતીકાલથી પ્રારંભ

0

જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આવતીકાલ
તા.૧૭-૧૦-ર૦ર૦,શનિવાર આસો સુદ એકમ નવરાત્રીનાં પ્રારંભ સાથેે જ જગતજનની માં જગદંબાનાં નવલાં નોરતાનો પ્રારંભ થનાર છે. માતાજીનાં મંદિરોમાં આવતીકાલે વહેલી સવારથી જ માતાજીના પૂજન, અર્ચન, આરતી સહિતની ધાર્મિક વિધિઓ કરવામાં આવશે. આ વર્ષે કોરોનાના કહેરના સમયગાળામાં સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ જ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવનાર છે. શકિતનાં આરાધનાનાં પર્વ એવા નવરાત્રીનો આવતીકાલથી શુભારંભ થઈ રહ્યો છે ત્યારે માતાજીનાં મંદિરોમાં પૂજન સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
જગત જનની માં અંબાનાં નવલા નવરાત્રીનાં આવતીકાલે પ્રારંભ સાથે જ જૂનાગઢ સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં નવરાત્રી ઉત્સવની સરકારે જાહેર કરેલી કોરોનાની ગાઈડલાઈન મુજબ ઉજવણી કરાશે. જૂનાગઢ શહેરમાં આવેલા માતાજીનાં મંદિરોમાં પણ દર્શનાર્થે માતાજીનાં દર્શને જતા ભકતો અને ભાવિકોને સોશ્યલ ડીસ્ટન્સીંગ સહિતની સાવચેતી રાખવા તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે. જૂનાગઢ શહેરનાં કૃષિ યુનિ. ખાતે આવેલ આઈશ્રી ખોડીયાર માતાજીનાં મંદિર, ખામધ્રોળ વિસ્તારમાં અને ઉપરકોટ ખાતે આવેલા આઈશ્રી ખોડીયાર માતાજીનાં મંદિરે પણ સવારથી જ પુજન અર્ચન સહીતનાં કાર્યક્રમો યોજાયા છે.
આ ઉપરાંત ગિરનાર દરવાજા વિસ્તારમાં આવેલ ચામુંડા માતાજીનાં મંદિર, મહાકાળી માતાજીનાં મંદિર ગાયત્રી મંદિર સહિતનાં માતાજીનાં મંદિરોમાં પણ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. જયારે ગિરનારની ટોચ ઉપર બિરાજતા જગત જનની માં અંબાનાં મંદિરે પણ વહેલી સવારથી જ વિવિધ ધામિર્ક કાર્યક્રમોનું આયોજન કરાવામાં આવેલ છે. આ ઉપરાંત સુપ્રસિદ્ધ વાઘેશ્વરી માતાજીનાં મંદિરે પણ ભાવિકો નવરાત્રીના દર્શનનો લાભ લેશે. ઉપરાંત ઉપલા વાઘેશ્વરી માતાજી મંદિર,અને દાણાપીઠ વિસ્તારમાં આવેલા મહાલક્ષ્મી માતાજીનાં મંદિરે પણ દર્શનાર્થીઓ જઈ ભગવાનની આરાધના કરશે. આવતીકાલે નવરાત્રીનાં પ્રારંભ સાથે આપણે સૌ જગત જનની માં જગદંબાને સમગ્ર વિશ્વના કલ્યાણ માટે આપણે સૌ પ્રાર્થના કરીએ અને શ્રધ્ધા અને ભકિત સાથે નવરાત્રી પર્વની ઉજવણી સાથે માતાજીની આરાધનાનું શ્રેષ્ઠ અનુસ્થાપન કરી વિશ્વ કલ્યાણની કામના સાથે પર્વનો પ્રારંભ થશે. માતાજીને ઠેર ઠેરથી કોરોના નામના રાક્ષસનો નાશ કરવા પોકાર થશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!