જૂનાગઢ એ ડીવીઝનનાં પો.કો. વનરાજસિંહ બનેસિંહ અને સ્ટાફે નીચલા દાતાર મચ્છી પીઠ પાસેથી ભાડાની દુકાનમાં ગેરકાયદેસર જીવતા ગૌવંશ વાછરડુ (ઉ.વ. દોઢ)ને લાવી હિન્દુ ધર્મના લોકોની લાગણી દુધાઈ તે રીતે ગૌ-વંશની કતલ કરી વેંચાણ કરવાના ગુના સબબ સોહેલ ઈકબાલભાઈ બેલીમ, આશીફ રહીમભાઈ શેખ, અક્રમ સફીભાઈ બેલીમને મૃત વાછરડુ તથા કતલ કરવાના તથા માંસનું વેચાણ કરવાના વજન કાંટો, પ્લાસ્ટીકનાં ઝબલા વગેરે સાધનો મળી કુલ
રૂા. ૬૧૯૮૦નાં મુદામાલ સાથે ઝડપી લીધેલ છે. આ બનાવની વધુ તપાસ એ ડીવીઝનનાં પીએસઆઈ વી.કે. ઉજીયાએ હાથ ધરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews