જૂનાગઢમાં બળાત્કારની ફરીયાદ બાબતે સમાધાનના પ્રશ્ને હુમલો, ધમકી આપી

જૂનાગઢમાં અગાઉ નોંધાયેલી ફરીયાદ અંગે સમાધાનનાં પ્રશ્ને હુમલાનો બનાવ બનવા પામેલ છે. જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરીયાદ નોંધાવેલ છે. આ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર રવીભાઈ વિનોદભાઈ સોલંકી (ઉ.વ.૩૩) રહે.વીરાનગરવાળાએ વર્ષાબેન દિલીપભાઈ જેઠવા રહે.જૂનાગઢ સાંઈબાબાવાળી ગલી, તેમજ એક અજાણી સ્ત્રી જેનું નામ દીવ્યાબેન છે. તેમજ અન્ય એક અજાણી સ્ત્રી વિરૂધ્ધ નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે, વર્ષાબેન દિલીપભાઈ જેઠવાએ ફરીયાદી રવિભાઈ વિનોદભાઈ સોલંકી સામે બળાત્કાર અંગેની ફરીયાદ કરેલ છે. જે ફરીયાદ બાબતે સમાધાન કરવા માટે ફરીયાદીના ઘરે આવેલ અને ત્યાં બિભત્સ શબ્દો કહી શોટીથી ફરીયાદીને માર મારી તેમજ અન્યોએ મદદગારી કરી ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની પોલીસ ફરીયાદ નોંધાવતા સી-ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!