રાજ્યમાં કોરોનાને પરિણામે લોડકાઉન સમયથી અનેક ધંધા-રોજગાર અને સેવાઓ બંધ હતી જે અનલોકમાં ક્રમશઃ શરૂ થયાં છે છતાં હજુ રાજ્યભરમાં ટ્યુશન ક્લાસિસ શરૂ થયા નથી. જેને પગલે ખાનગી ટ્યુશન ક્લાસિસ સંચાલકોની હાલત ખૂબ કફોડી બની છે. ત્યારે આજે ૧૭ ઓક્ટોબરના રોજ રાજ્યના ટ્યુશન ક્લાસ સંચાલકો ટ્યુશન ક્લાસ શરૂ કરવાની માંગ સાથે ગાંધીનગર ખાતે મૌન રેલી યોજાઈ હતી. આ રેલી ગાંધીનગર આંબેડકર સર્કલથી શરૂ કરવામાં આવી
હતી. રાજકોટ ટ્યુશન ક્લાસ સંચાલન મંડળના પ્રમુખે જણાવ્યું હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. રાજ્યમાં ૧પ લાખ શિક્ષક પરિવાર ક્લાસિસ સાથે જાેડાયેલા છે. ક્લાસિસ બંધ થતા ઘરખર્ચ, ક્લાસિસનું ભાડું, લોનના હપ્તા ભરવા અન્ય મેન્ટેનન્સમાં ભારે મુશ્કેલી પડી રહી છે. રાજ્યમાં માર્ચ મહિનાથી ટ્યુશન ક્લાસ બંધ છે ત્યારે ટ્યુશન ક્લાસિસના સંચાલકોએ ટ્યુશન ક્લાસ ખોલવાની મંજૂરી આપવા માટે સરકારને અગાઉ ૧પ હજાર ટિ્વટ અને ૧૬ હજાર મેઈલ કરવામાં આવ્યા હતા. પરંતુ સરકાર દ્વારા યોગ્ય જવાબ ન મળતા રેલીનું આયોજન કરવામં આવ્યું છે. રાજકોટમાં ટ્યુશન ક્લાસિસના સંચાલકોની હાલત કફોડી બનતા સરકાર પાસે ટ્યુશન ક્લાસ ખોલવાની માંગ કરી રહ્યા છે. રાજકોટ ટ્યુશન ક્લાસ સંચાલન મંડળના પ્રમુખ પ્રકાશભાઈએ જણાવ્યું હતું કે, સરકારની વારંવાર રજૂઆતો કરી અને મેઈલ પણ કર્યા પછી પણ સરકાર અમારા ક્લાસીસ સંચાલકો પ્રત્યે ચિંતિત નથી. ૩૩ જિલ્લાના હોદ્દેદારો, પ્રમુખો રેલીમાં જાેડાયા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews