કેન્દ્ર સરકાર GST નુકસાનના વળતર પેટે રાજ્યોને નાણાં ચૂકવવા માટે અધધધ… ૧.૧ ટ્રિલિયન રૂપિયા ઉધાર લેશે

0

કેન્દ્રીય નાણાં મંત્રાલયે જણાવ્યું છે કે, કેન્દ્ર સરકાર રાજ્યોના જીએસટી નુકસાનની ભરપાઇ કરવા માટે ૧.૧ લાખ કરોડ રૂપિયા ઉધાર લેશે. મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે, લોન લેવાની નવી રકમને રાજ્યો માટે આગળ વધારવામાં આવશે. આનાથી તેમને જીએસટી વળતર સેસ રિલિઝના બદલામાં એક બાદ એક લોન તરીકે આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, જીએસટીમાં નુકસાનની ભરપાઇ માટે કેન્દ્રએ ઓગસ્ટમાં રાજ્યોને બે વિકલ્પ આપ્યા હતા. આ અંતર્ગત કાંતો તેઓ આરબીઆઇ દ્વારા અપાનારી વિશેષ સુવિધા દ્વારા ૯૭ હજાર કરોડ રૂપિયાની લોન લઇ શકતા હતા અથવા બજારમાંથી ૨.૩૫ લાખ કરોડ રૂપિયાની લોન લઇ શકતા હતા. કેટલાક રાજ્યોની માગ બાદ પહેલા વિકલ્પના આધારે ઉધારની વિશેષ લોન વ્યવસ્થાને ૯૭ હજાર કરોડ રૂપિયાથી વધારીને ૧.૧ લાખ કરોડ કરવામાં આવી છે. પ્રથમ વિકલ્પ અંતર્ગત રાજ્ય પોતાના માટે નિર્ધારિત બોરોઇંગ લિમિટમાંથી ઉપયોગ નહીં થયેલા હિસ્સાને આગામી નાણાંકીય વર્ષમાં કેરી ફોરવર્ડ કરી શકશે. આ ઉપરાંત લોન ચૂકવવા માટે આરામદાયક અને સમાજની દૃષ્ટીથી અહિતકર વસ્તુ ઉપર લાગનારા ટેક્ષને ૨૦૨૨ બાદ પણ લગાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. નાણાં મંત્રાલયના નિવેદનમાં કહ્યું છે કે, વિશેષ લોન વ્યવસ્થા અંતર્ગત તમામ રાજ્યોએ જીએસટીમાં ૧.૧ લાખ કરોડ રૂપિયાની કુલ અંદાજિત ખાધને ભારત સરકાર યોગ્ય લોન હપ્તામાં લેશે. આનાથી ભારત સરકારની તિજાેરી ઉપર વધારે બોજ નહીં પડે. રકમ રાજ્ય સરકારોની નાણાંકીય પ્રાપ્તિના રૂપમાં અને તેમના સંબંધિત નાણાંકીય ખાધની ફાઇનાન્સિંગ હિસ્સા તરીકે પ્રદર્શિત થશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!