માંગરોળનાં ૩ પોલીસમેનનું કર્મવીર યોધ્ધા તરીકે સન્માન કરાયું

જૂનાગઢ જિલ્લાના માંગરોળ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ત્રણ જવાનોને કોરોના વૈશ્વિક મહામારી કાળમાં સ્નેહ, સહયોગ અને દયાથી પ્રસન્નીય સેવા કરવા બદલ કર્મવીર યોદ્ધા તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં માંગરોળ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઈ ડી.પી. ખાંભલા, પોલીસ હેડ કોન્સ્ટેબલ ઇરફાન હબીબ રૂમી, પોલીસ કોન્સ્ટેબલ પ્રફુલ કરસનને કોરોના કર્મવીર યોદ્ધા તરીકે જિલ્લા કલેક્ટર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. માંગરોળ ડીવાયએસપી પૂરોહિત દ્વારા પ્રમાણપત્ર આપી ત્રણેય જવાનોને અભીનંદન પાઠવ્યા હતા.

error: Content is protected !!