વંથલી-ખોખરડા ટોલનાકાથી અવરજવર કરતા સ્થાનિકોને ટોલ ટેક્ષમાંથી મુક્તિ આપવા માગ

0

પ્રોજેક્ટ ડાયરેકટર નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા રાજકોટ સમક્ષ જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નટરવરલાલ પોકીંયા અને મહામંત્રી વી.ટી. સીડાએ જૂનાગઢ જિલ્લામાંથી પ૦ કિલોમીટરની રેન્જમાં ખોખરડા ફાટક ટોલનાકાથી કાયમી દિવસમાં બેથી ચાર વખત અવર-જવર કરતા ફોર વ્હીલ વાહનોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવા રજૂઆત કરી હતી. આ રજૂઆતમાં જણાવાયું છે કે, જૂનાગઢ જિલ્લામાં જેતપુર-સોમનાથ નેશનલ હાઈવે ઉપર વંથલી તાલુકાના ખોખરડા ફાટકે ટોલનાકું આવેલું છે જે ટોલનાકા દ્વારા પ૦ કિલોમીરટની રેન્જમાં કેશોદથી જૂનાગઢ વગેરેથી દિવસમાં ચાર વખત પોતાના કામ-ધંધા અર્થે અવર જવર કરતા ફોર વ્હીલ વાહનમાલિકો પાસેથી પોતાના વાહનનો તગડો ટેક્સ વસૂલ કરે છે. જેના કારણે ટોલનાકાની આજુબાજુના પ૦ કિલોમીટરની રેન્જમાં આવતા વાહનમાલિકો દિવસમાં બેથી ચાર વખત અવરજવર કરનારને હાલની કારમી મોંઘવારીમાં તમામ ધંધારોજગારમાં ભયંકર મંદીનો માહોલ છે જેના કારણે દિવસમાં બેથી ચાર વખત ટોલ ભરી આર્થિક નુકસાનીનો સામનો કરવો પડે છે. જેથી જૂનાગઢ જિલ્લામાં જેતપુર-સોમનાથના નેશનલ હાઈવે પર વંથલી તાલુકાના ખોખરડા ફાટક ટોલનાકેથી દિવસમાં બેથી ચાર વખત કેશોદ-જૂનાગઢ રૂટમાં આવતા વિસ્તારમાંથી અરસપરસ આવન જાવન કરતા નાના ઈન્ડસ્ટ્રીયલ માલિકો, નોકરિયાતો, નાના એવા કોમર્શિયલ ધંધાર્થીઓ, વેપારીઓ, ખેડૂતો અને અન્ય વ્યવસાય સાથે સંકળાયેલા લોકો પ૦ કિલોમીટરની રેન્જમાં જ દિવસમાં બેથી ચાર વખત પોતાની ફોર વ્હીલમાં અવર જવર કરતા હોય તેવા વાહનમાલિકો પાસેથી તગડો ટોલ વસૂલવામાં આવે છે તે ટોલના ભરણામાંથી મુક્તિ આપવા અને તેવા વાહનમાલિકોને ખરાઈ માટે પાસ ઈસ્યુ કરવામાં આવે અને તેમને ટોલમાંથી મુક્તિ આપવામાં આવે તેવી જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી જાહેર જનતા હિતમાં અમારી લાગણી ને માગણી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!