દિવાળી બાદ ધો. ૯થી ૧રના વિદ્યાર્થીઓ માટે શાળાઓ ખુલવાની સંભાવના

0

રાજ્યમાં કોરોના કાળમાં લોકડાઉનના સમયથી શૈક્ષણિક કાર્ય બંધ છે અને માત્ર ઓનલાઈન શિક્ષણ અપાઈ રહ્યું છે. ત્યારે શાળાઓ ક્યારથી શરૂ થશે એ પ્રશ્ન ઘણા સમયથી ચર્ચામાં છે અને ધોરણ ૧થી ૯માં માસ પ્રમોશન આપવાની રજૂઆત વાલી મંડળ દ્વારા કરવામાં આવી છે. ત્યારે ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ, જિલ્લા શિક્ષણાધિકારીઓ અને રાજ્યના શિક્ષણમંત્રી વચ્ચે વેબિનાર યોજાયો હતો. જેમાં દિવાફ્રી પછી ધો.૯થી ૧રના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ ખોલવી કે નહીં તેવા તમામ પાસેથી અભિપ્રાયો લેવામાં આવ્યા હતા. આ વેબિનારમાં દિવાળી પછી ધો.૯થી ૧રના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ ખોલવાના શિક્ષણમંત્રીએ સંકેતો આપ્યા છે. ધો.૧થી ૮ના વિદ્યાર્થીઓ માટે દિવાળી પછીય સ્કૂલ ખોલવાનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં ધો.૬થી ૮ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ શરૂ કરવા વિચારણા ચાલી રહી છે. દિવાળી વેકેશન પણ આ વર્ષે ટૂંકાવી દેવામાં આવ્યું છે. ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના ઉપપ્રમુખ જતીન ભરાડે જણાવ્યું હતું કે, ભારતમાં ૭ જેટલા રાજ્યોમાં સ્કૂલ શરૂ થઈ ગઈ છે. ત્યારે ગુજરાતમાં સ્કૂલ ક્યારથી શરૂ કરવી તે બાબતે શિક્ષણમંત્રી સાથે વેબિનારનું આયોજન થયું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!