દિલ્હી ખાતે પ્રેસ કોન્ફરન્સમાં રાષ્ટ્રીય કામધેનું આયોગ (આરકેએ)ના ચેરમેન ડો. વલ્લભભાઈ કથીરીયાએ ગાયના છાણમાંથી બનાવેલી ગૌસત્વ કવર ચીપ રજૂ કરી મોબાઈલ હેન્ડ સેટમાંથી રેડીએશન ઘટે, બિમારી અટકે છે તેવો દાવો બેબુનિયાદ, વાહિયાત, હંબક છે તેવું ભારત જન વિજ્ઞાન જાથાની કચેરીએ જાહેર કરી મંચ ઉપર વૈજ્ઞાનિક પુરવાર કરવા લલકાર કરવામાં આવ્યો છે.
જાથાના ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું હતું કે, ગૌસત્વ ચીપના ભ્રામક પ્રચારથી આખરે ગૌમાતાની અન્ય પ્રોડકટને પણ અસર થશે સાથે શંકાના દાયરામાં પણ આવી જશે. ગોબર ચીપનીજાહેરાત પછી આ દાવાને દેશના ૧૦૦ વૈજ્ઞાનિકોએ પડકાર્યો છે. રેડીએશન અટકે તે માટે કયા સાધનો, પૃથ્થકરણ, તારણ, પરીક્ષણ કર્યાની વિગતો અને નામો જાહેર કરી વિશ્વસનીયતા સાબિત કરવા આયોગને જાણ કરી છે. ગાયનું છાણ એન્ટી એડીએશન એ વૈજ્ઞાનિક રીતે પુરવાર થયેલું છે ? આયોગને પુછાયેલા પ્રશ્નમાં ગાયનું છાણ કઈ લેબોરેટરી કે ઈન્સ્ટીટયુટમાં તપાસ કરવામાં આવ્યું ? તપાસકર્તા કોણ હતા ? કયા સમીક્ષા કરેલા જર્નલમાં તારણો પ્રકાશિત કરવામાં આવ્યા છે ? કોઈ કાચો ડેટા અને પ્રાયોગિક વિગતો કયાં શોધી શકે છે ? કયા પ્રાણીના ઉત્સર્જનને નિયંત્રણમાં રાખવામાં આવ્યા હતા ? કિરણોત્સર્ગ માપવા માટે કયા સાધનોનો ઉપયોગ કરાયો
હતો ? આંકડા શું છે? આયોગે હજુ સુધી પેટન્ટ માટે અરજી કરી છે? જાે કરી હોય તો પેટન્ટ એપ્લીકેશન નંબર શું છે? આટલી મોટી શોધની પેટન્ટ ન કરી હોય તો કારણ શું છે? આ સંશોધન માટે કેટલું ભંડોળ આવ્યું છે ? આયોગ પાસે વૈજ્ઞાનિક તથ્યો તો પ્રેસ કોન્ફરન્સ અંધશ્રધ્ધા અને સ્યુડોસાયન્સનો પ્રચાર કરવા જેટલી જ છે. આયોગે ભારતના સંવિધાન આર્ટિકલ પ૧(એચ)નો ભંગ કર્યો છે. વધુમાં જયંત પંડયાએ જણાવ્યું હતું કે, રાજય-કેન્દ્ર સરકારે લોકોમાં વૈજ્ઞાનિક મિજાજ કેળવાય, માનવતાવાદ, તપાસ અને સુધારણા ભાવના વિકસાવવાની સરકારી ફરજ બને છે તેની વિરૂધ્ધ ગોબર ચીપનો દાવો કરી ગુમરાહ કરવામાં આવે છે તે દુઃખદ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews