કોરોનાને લઈ મોમાઈ માતાજીનો પ્રાર્થના ઉત્સવ પુંજ મેળાવડા વિના ઉજવવા ભુવાઆતાઓની રબારી સમાજને અપીલ

0

માંગરોળ રબારી સમાજના છ મઢના ભુવાઆતાઆ દ્વારા કોરોનાની મહામારીને લઈ સરકારની ગાઈડલાઇન મુજબ વર્ષોથી અખંડ માં મોમાઈ રબારી સમાજનો ધાર્મિક આસ્થાથી ઉજવાતો માં મોમાઈનો પ્રાર્થના ઉત્સવ પુંજને માણસોના મેળાવડા વિના ઉજવવા તેમજ નક્કી કરાયા મુજબ કોઈએ ધજામાં પણ જવાનું નથી તેવી સૂચના અપાઈ છે. આગેવાનોએ અને ભુવઆતાઓએ સૂચના આપેલ છે તે મુજબ ઘરે રહીને માતાજીને સ્તુતિ કરીએ કે, ‘હે માં ભગવતી આ ભયંકર કોરોના રોગમાંથી વિશ્વને ઉગારજે’ આ બાબતે મારી સમાજને આગેવાનોને તમામ જોકમાં જ સરજુ બોલે તો વધારે સારૂ અને પૂંજના દિવસે તા.૨૫ને રવિવારે સાંજે ઘરે દીવો કરીને પુંજનો ઉત્સવ ઘરે જ રહીને હૈયામાં ઉજવીએ તેવી ભુવાઆતાઓની લાગણી છે. ઘરે રહીએ અને માસ્ક પહેરી નીકળીએ, કોરોના સંક્રમણથી બચીએ અને બચાવીએ તેવી રબારી સમાજને અપીલ કરી કોરોના કાળમાં સૌ સાથે મળી સમાજ અને સરકારને સહકાર આપીએ તેવી માંગરોળ રબારી સમાજનાં પ્રમુખ દાનાભાઈ ખાંભલાની યાદીમાં જણાવાયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!