વેરાવળના બંદર વિસ્તારમાંથી પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન રૂા.૬૬,૬૦૦નો વિદેશી દારૂનો જથ્થો તથા મોટર સાયકલ મળી કુલ રૂા.૮૬,૬૦૦ ના મુદામાલ સાથે એક બુટલેગરને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. વેરાવળ ડી.સ્ટાફના પી.એસ.આઇ. એચ.બી.મુસાર, એ.એસ.આઇ. સરતાજભાઇ સાંધ, હે.કો. વિનુભાઇ ડોડીયા,, પો.કો. નટુભા બસીયા, દેવદાનભાઇ કુંભારવાડીયા, રણજીતસિંહ ડોડીયા, અંકુરભાઇ બારડ, નરેન્દ્રસિંહ ઝાલા, કરણસિંહ ચૌહાણ, મયુરભાઇ સોલંકી સહીતના નવરાત્રીના પેટ્રોલીંગમાં રહેલ તે દરમ્યાન મળેલી બાતમીના આધારે બંદર વિસ્તારમાં પેટ્રોલ પંપ પાસેથી હોન્ડા મોટર સાયકલ નં. જી.જે. ૩ર એફ. ૦ર૭૩ની લઇ નીકળતા તેને શંકાના આધારે રોકી તલાસી લેતા વિમલના થેલામાંથી વિદેશી દારૂની બોટલો નંગ ૩૬ કીં.રૂા.૬૬,૬૦૦ નો મળી આવતા મોટર સાયકલ કીં. રૂા.ર૦ હજાર મળી કુલ રૂા.૮૬,૬૦૦ ના મુદામાલ સાથે ગોદરશા તળાવ પાસે મીસ્કીન કોલોનીમાં રહેતા સલીમ કુતુબદીન શેખને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
પરિણીતાને ત્રાસ
વેરાવળના ભાલકા વિસ્તારમાં અમિધારા વૃંદાવન સોસાયટીમાં રહેતી પરણીતા ધારાબેન અમીતભાઇ ચૌહાણને વડોદરા ખાતે રહેતા તેના પતિ અમિત સુનીલભાઇ ચૌહાણ, સાસુ વિધાબેન સુનીલભાઇ ચૌહાણ, જેઠ વિકાસ સુનીલભાઇ ચૌહાણ દ્વારા કરીયાવરમાં કંઇ લાવેલ નથી તેમ કહી માવતરેથી રૂા.પાંચ લાખ લઇ આવવાનું કહી ચારીત્ર્ય પર શંકા-કુશંકા કરી ઢીકાપાટુનો માર મારી ઘરમાંથી કાઢી મુકેલ હોવાની ફરીયાદ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે ૪૯૮(ક) સહીતની કલમો હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ મહિલા પી.એસ.આઇ. રીનાબેન સુવાએ હાથ ધરેલ છે.
મહીલાની છેડતી
વેરાવળમાં આવેલ આવાસ યોજનાના મકાનમાં રહેતો જયેશ ગણેશભાઇ કુહાડાને ત્યાં એક મહિલા ઘરકામ માટે આવતી હોય ત્યારે આજથી ત્રણેક માસ પહેલા ગત તા.૧૬-૭-ર૦ર૦ ના રોજ ઘરકામ કરવા આવેલ મહિલાને એકલી જોઇ જયેશ કુહાડાએ મહિલાને અડપલા કરેલ હોવાથી મહિલાએ વેરાવળ પોલીસમાં જયેશ કુહાડા નામના શખ્સ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતાં પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ મહિલા પી.એસ.આઇ.એ હાથ ધરેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews