સુત્રાપાડાનાં નગરપાલિકાનાં કલાર્કે ફરજ રૂકાવટની ફરીયાદ નોંધાવી

સુત્રાપાડા નગરપાલિકા કચેરીમાં કલાર્ક તરીકે ફરજ બજાવતા કર્મચારીને આર.ટી.આઇ.ની અરજીઓની તારીખમાં ભુલ હોવાથી સ્વીકારેલ નહીં તે અંગેનું મનદુઃખ રાખી બીભત્સ શબ્દો બોલી ફરજમાં રૂકાવટ કરેલ હોવાની ફરીયાદ પોલીસમાં નોંધાયેલ છે. આ બનાવની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સુત્રાપાડા નગરપાલિકા કચેરીમાં કલાર્ક તરીકે ફરજ બજાવતા કરશનભાઇ સંગ્રામભાઇ બારડને ત્રણેક માસ પહેલા તા.૧૬-૭-ર૦ર૦ના નગરપાલિકામાં ફરજ ઉપર હોય તે સમયે ચેતન હરીભાઇ બારડ નામનો શખ્સ આવી નગરપાલિકા વિરૂધ્ધની આર.ટી.આઇ. ની અરજીઓ હોય તે ઇનવર્ડ કરવા આપેલ પરંતુ આ અરજીઓમાં તારીખોમાં ભુલો હોવાથી તેનો સ્વીકાર કરવાની ના પાડતા ચેતન બારડ ઉશ્કેરાઇ જઇ બીભત્સ શબ્દો બોલી ફરજમાં રૂકાવટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપેલ હોવાની ફરીયાદ ચેતન હરીભાઇ બારડ સામે પોલીસમાં નોંધાવતા આઇ.પી.સી. કલમ ૧૮૬, પ૦૪, પ૦૬(ર) મુજબનો ગુન્હો નોંધી વધુ તપાસ હે.કો. અભેસિંગ ખેરે હાથ ધરેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!