જૂનાગઢ જીલ્લામાં ઘરફોડીમાં તરખાટ મચાવતી ગેંગનાં બે શખ્સોને ઝડપી લેતી પોલીસ

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં ઘરફોડ ચોરીમાં તરખાટ મચાવનારી ટોળકીને પોલીસે ઝડપી લીધી છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢ જીલ્લામાં બે અઢી વર્ષમાં અનેક સ્થળે ઘરફોડ ચોરી કરતી તસ્કર ટોળકીના બે સાગરીતોને એલસીબીએ માણાવદર પાસેથી ઝડપી લઈને ૧ર જેટલી ચોરીનો ભેદ ઉકેલી ૧.૪૪ લાખના મુદામાલ રીકવર કર્યો છે. જૂનાગઢ એલસીબીએ બાતમીના આધારે માણાવદરના ગૌતમનગરથી હડમતાળી મંદિર જવાના રસ્તે બેઠા પુલ પાસે ઝુપડામાંથી રવિ તુલસી રાજા સોલંકી (ઉ.વ.૪૦) માણાવદર, અને ચંદ્રેશ મહેશ હીરપરા (ઉ.વ.ર૧) (ઝાંઝરડા રોડ, સાંઈબાબા મંદીર ગલી, અંકિત એપાર્ટમેન્ટ) ને ઝડપી લઈને તપાસ કરતા તેમની પાસેથી સોનાનો એક લાખનો ચેન, સોનાની વીંટી, દાણા, ચાંદીના સીકકા એક રૂપિયાના ચલણી સિકકા, વિદેશી સિકકા, મોબાઈલ, ટેબ્લેટ, બે બાઈક, એક પાણીની મોટર મળી આવતા પુછતાછમાં તેમણે છેલ્લા બે-અઢી વર્ષમાં જૂનાગઢ શહેર, માણાવદર, વિસ્તારમાં ૧ર જેટલા સ્થળે ઘરફોડ ચોરી કર્યાની કબુલાત આપતા પોલીસે ૧ર સ્થળે થયેલ ચોરીના ભેદ ઉકેલી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!