સ્વાધ્યાય પરિવાર થકી સમગ્ર વિશ્ને નવો રાહ ચીંધનાર પરમ પૂજય પાંડુરંગ શાસ્ત્રીનાં જન્મ શતાબ્દી પ્રસંગે વંદના

સમગ્ર વિશ્વને નવો રાહ ચીંધનારા વૈદીક સંસ્કૃતિના પુનરત્થાન મંત્રની મશાલ પ્રજવલિત કરીને લાખો માનવ જીવન અજવાળનાર યુગપુરૂષ કાંતદ્રષ્ટા, પરમ પૂજનીય પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજી (પૂજનીય – દાદાજી)ના જન્મ શતાબ્દી દિનના અવસર ઉપર કૃતજ્ઞતાપુર્વક કોટી-કોટી વંદના કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે પૂજય પાંડુરંગ શાસ્ત્રીજીએ સ્વાધ્યાય પરિવારમાં સેંકડો ભાવીકોને શ્રધ્ધાળુઓને જાેડયા છે અને શ્રધ્ધાનો નવો દિપક પ્રગટાવેલ છે તેમજ તેઓનાં માર્ગદર્શન હેઠળ સ્વાધ્યાય પરિવારની સામાજીક, ધાર્મિક અને રચનાત્મક અનેક પ્રવૃત્તીઓ ધીમે-ધીમે વિરાટ વૃક્ષ બની ગઈ. ગામડે -ગામડે યોગેશ્વર કૃષ્ણનો નાદ સર્વત્ર ગુંજી ઉઠવામાં પાંડુરંગ શાસ્ત્રીજીનો સિંહફાળો રહયો છે. આજનાં દિવસે કોટી-કોટી વંદના.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!