Thursday, January 21

વિશ્વ હિન્દુ પરિષદ- બંજરગદળ દ્વારા ત્રિશુલ દિક્ષા કાર્યક્રમ યોજાયો

વિશ્વ હિન્દુ પરિષદ અંતર્ગત બજરંગદળ માં નવા યુવાનો જોડાય તે માટે પ્રતિ વર્ષ ત્રિશુલ દીક્ષાનો કાર્યક્રમ યોજાય છે. જૂનાગઢમાં પહેલા નોરતે ત્રિશુલ દીક્ષા કાર્યક્રમ યોજાયો હતો તેમજ ૧૧ હોમાત્મક હનુમાન ચાલીસા પણ થયા હતા. આ તકે વિશ્વ હિન્દુ પરિષદના મંત્રી હિરેનભાઈ રૂપારેલીયા, સહમંત્રી જયેશભાઇ કુબાવત, ઉપાધ્યક્ષ સંદીપભાઈ કોટેચા, સત્સંગ પ્રમુખ ડો. મનીષભાઈ કુબાવત, ધર્માંચાર્ય પ્રમુખ જીજ્ઞેશભાઈ બારોટ, મહાવિદ્યાલયનાં પ્રમુખ કેતનભાઈ ભટ્ટ, સામાજિક સમરસતા પ્રમુખ જીગ્નેશભાઈ પંડ્યા, સામાજિક સમરસતા સહ પ્રમુખ પ્રશાંતભાઈ ચુડાસમા, ધર્મ પ્રસાર સહ પ્રમુખ અલ્પેશભાઈ ગોસ્વામી સહિતના કુલ ૮૦ લોકોએ ત્રિશુલ દીક્ષા ગ્રહણ કરી હતી. ત્રિશુલ દેશની રક્ષા માટે, હિન્દૂ ધર્મની રક્ષા માટે અને હિન્દૂ દીકરીની રક્ષા માટે ઉપયોગમાં આવે એવા શપથ પણ લીધા
હતા.
દર શનિવારે હનુમાનજીના મંદિરે ૧૧ હોમાત્મક હનુમાન ચાલીસાના કાર્યક્રમ સાથે ત્રિશુલ દીક્ષા પણ થશે એવા સંકલ્પ સાથે આ કાર્યક્રમ મંદિરના પૂજારી ચૈતન્યભાઈ ભટ્ટના વક્તવ્યથી પૂર્ણ થયો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!