Thursday, January 21

ગુજરાત ટુરિઝમનાં એમડીએ મહાબત મકબરાની મુલાકાત લીધી

ગુજરાત ટુરિઝમ ગાંધીનગરના મેનેજિંગ ડાયરેક્ટર અને કમિશ્નર જેનું દીવાન તેમજ જૂનાગઢ કલેકટર, જૂનાગઢ મ્યુનિસિપલ કમિશ્નર તેમજ એન્જિનિયરએ જૂનાગઢ મહાબત મકબરાની રૂબરૂ મુલાકાત કરી હતી. ગાંધીનગરથી પધારેલ ટુરિઝમનાં મેનેજિંગ ડાયરેક્ટર અને કમિશ્નર શ્રી જેનુ દીવાને જૂનાગઢની લાગણી અને માગણીને ધ્યાને લઇ યોગ્ય ર્નિણય કર્યો તે બદલ યુવા સામાજિક કાર્યકર અને નવનિયુક્ત બાબી પરિવારના મંત્રી એવા રેહાનખાન બાબીએ પુષ્પગુચ્છ આપી, સરકારનો તેમજ જૂનાગઢના સમગ્ર તંત્રનો અને સવાણી ગ્રુપનો આભાર વ્યક્ત કર્યો હતો. શ્રી જેનુ દીવાન ચાલતી કામગીરીનું નીરીક્ષણ કરી ચર્ચા વિચારણા કરી હતી અને આ તકે સવાણી કંપનીના તમામ હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!