મેંદરડામાં ધારેશ્વર ચોક ખાતે યોજાતી પ્રાચીન ગરબીની સાદાઈથી ઉજવણી

મેંદરડાનાં ધારેશ્વર ચોક, જૂની શાકમાર્કેટમાં આવેલ માં અંબા ધામ ખાતે અંદાજે ૬૦ વર્ષ જૂની પ્રાચીન ગરબીમાં બીજે નોરતે સાદાઈ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષે આ ગરબીમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો ભાગ લેતા હોય છે પરંતુ હાલ કોરોનાની પરિસ્થિતિને જોતા સરકારની ગાઈડ લાઇન પ્રમાણે સૌ પ્રથમ આરતીમાં આવનાર લોકોને સેનેટાઈઝરથી હાથ સાફ કરાવી, માસ્ક આપી આરતીની શરૂઆત કરવામાં આવી હતી. સ્થાનિક લોકોએ સોશ્યલ ડિસ્ટન્સના પાલન સાથે માતાજીની આરતીમાં ભાગ લીધો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!