જૂનાગઢનાં મનોરંજન ગેસ્ટહાઉસ ખાતે સોૈરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજનાં પ્રમુખ છેલભાઈ જાેષી, ટ્રસ્ટી હસુભાઈ જાેષીનાં માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજનાં નવનિયુકત પ્રમુખ તરીકે કેે.ડી. પંડયા, મહામંત્રી મહેશભાઈ જાેષી, સભ્યો તરીેકે મનીષભાઈ ત્રિવેદી અને રાજુભાઈ ઠાકરની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. સોૈપ્રથમ પૂર્વ જીલ્લા પ્રમુખ સ્વ. પરેશભાઈ જાેષી અને દુઃખદ અવસાન પામેલા જીલ્લાનાં ભુદેવોને બે મિનિટ મોૈન સાથે શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. આ પરિચય બેઠકમાં બ્રહ્મ અગ્રણીઓ અને તાલુકાનાં હોદેદારોનાં સુચનો મુજબ આગામી સમયમાં દરેક તાલુકા સ્તરે સમસ્ત બ્રહ્મસમાજની ત્રણેય પાંખો મેઈન બોડી, મહિલા પાંખ અને યુવા પાંખ સાથે મીટીંગો યોજી બધા સામાજીક પ્રશ્નોનાં ઉકેલ લાવવા, જીલ્લા સ્તરે સમાધાન પંચની રચના વગેરે કાર્યક્રમો યોજવા નવનિયુકત પ્રમુખ અને તેમની સમિતિ દ્વારા પુરતા પ્રયત્નો કરી ઉકેલ લાવવા ખાતરી આપી હતી. આ તકે કોરોના મહામારી કારણે મર્યાદીત સંખ્યામાં સોશ્યલ ડીસ્ટન્સીંગ, માસ્ક અને સેનેટાઇઝેશન સાથે જૂનાગઢ જીલ્લાનાં તમામ તાલુકા સમસ્ત બ્રહ્મસમાજનાં પ્રમુખ અને મંત્રીઓ, જૂનાગઢનાં બ્રહ્મ અગ્રણીઓ સર્વ ભીખાભાઈ જાેષી-ધારાસભ્ય, પૂર્વ પ્રમુખ પ્રફુલભાઈ ત્રિવેદી, મ્યુનિ. બ્રહ્મ કોર્પોરેશન પુનીતભાઈ શર્મા, આદ્યાશકિતબેન મજમુદાર, આરતીબેન જાેષી, શિલ્પાબેન જાેષી, પલ્લવીબેન ઠાકર, શારદાબેન પુરોહિત તથા પ્રફુલભાઈ જાેષી, જયદેવભાઈ જાેષી, કાર્તિકભાઈ ઉપાધ્યાય, વિનુભાઈ જાેષી, ભરતભાઈ લખલાણી, મેહુલભાઈ ઉપાધ્યાય, ભરતભાઈ રાવલ, મુકેશભાઈ મહેતા, નિરવભાઈ પુરોહિત, નિર્ભયભાઈ પુરોહિત, શ્રેયશભાઈ ઠાકર, કિરણભાઈ પુરોહિત, અતુલભાઈ રાવલ, આશિષભાઈ રાવલ, રવિભાઈ ઠાકર, રૂપલબેન લખલાણી, દક્ષાબેન જાેષી, નીલાબેન ભટ્ટ, રૂચાબેન રાવલ તથા જ્ઞાતિજનો ઉપસ્થિત રહી નવનિયુકત હોદેદારોને શુભેચ્છા પાઠવતા જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજનું સંગઠન અને સમાજલક્ષી કાર્યો કરવા તમામે સાથે રહી કાર્ય કરવા અપીલ કરી છે. સાથે સાથે જૂનાગઢ શહેર બ્રહ્મસમાજનાં નવનિયુકત પ્રમુખ તરીકે વરાયેલા પ્રફુલભાઈ જાેષી અને મહિલા પાંખમાં આરતીબેન જાેષીને પણ શુભેચ્છા પાઠવી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews