દર વરસે નવલા નોરતા આવે એટલે ખેલૈયાઓમાં ઉત્સાહ જોવા મળતો હોય છે. પાર્ટી પ્લોટ હોય કે પછી શેરી ગરબી ખેલૈયાઓ ઉત્સાહભેર માતાજી આદ્ય શક્તિની આરાધના કરતા હોય છે પરંતુ આ વર્ષે કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે બધી ગરબીઓ બંધ રાખવામાં આવી છે અને ફક્ત માં આદ્યશક્તિની આરતી જ રાખવામાં આવે છે ત્યારે જૂનાગઢના વિવિધ વિસ્તારોમાં શહેરી ગરબીઓ જ્યાં થતી હતી ત્યાં માં આદ્યશક્તિના શુકન માટે આરતી કરવામાં આવી રહી છે. જૂનાગઢના જલારામ સોસાયટીમાં આવેલ રોયલ પાર્ક ખાતે બીજા નોરતાના દિવસે જૂનાગઢના એસપી રવિ તેજા વાસમ શેટ્ટી અને એલસીબીના ઈન્ચાર્જ પીઆઈ આર. કે. ગોહિલ સહિતના સ્ટાફે માં આદ્યશક્તિની આરતી કરી હતી. રોયલ પાર્કના મનોજભાઈ પોપટે વધુમાં જણાવ્યું હતું કે, કોરોના વોરિયર્સ કહેવાતા પોલીસ સ્ટાફને બિરદાવ્યા હતા અને પોલીસ પેટ્રોલિંગની પણ સરાહના કરાઈ હતી. આ તકે રોયલ પાર્કના મનોજભાઈ પોપટ, જેતપુર એજ્યુકેટીવ મામલતદાર વિજયભાઈ કારીયા, જિલ્લા સહકારી બેંકના આગેવાન રાજુભાઈ જોબનપુત્રા, મનોજભાઈ જોબનપુત્રા વગેરે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews