વેરાવળમાંથી ૪ જુગારીઓ ઝડપાયા

0

વેરાવળના ભીડીયા સર્કલ પાસે આવેલ ડેલામાં જાહેરમાં જુગાર રમતા ચાર જુગારીઓને રોકડા રૂા.ર૦,૯૬૦ ની સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. વેરાવળ ડી.સ્ટાફના પી.એસ.આઇ. એચ.બી.મુસાર, એએસઆઇ સરતાજભાઇ, વિનુભાઇ, રણજીતસિંહ, અંકુરભાઇ, નરેન્દ્રસિંહ, કરણસિંહ, મયુરભાઇ, સુરસિંહ સહીતના સ્ટાફે પેટ્રોલીંગ દરમ્યાન મળેલી બાતમીના આધારે ભીડીયા સર્કલ પાસે પોલીસ ચોકીની પાછળ ડેલામાં દરોડો પાડતા જુગાર રમતા અરજન ઉર્ફે જગુમલ ચાવરી, મહેબુબ ચૌહાણ, રાજુ કરીમભાઇ ચૌહાણ અને હરસુખ ગોહિલને રોકડા રૂા.ર૦,૯૬૦ ની સાથે ઝડપી લઇ જુગારધારા કલમ ૧ર મુજબ ગુન્હો નોંધેલ છે.
પરીણીતાને ત્રાસ
સુત્રાપાડા તાબાના મોરાસા ગામે રહેતી પરીણીતા રેખાબેન દિનેશભાઇ જાદવને તેના પતિ દિનેશ, સસરા હીરાભાઇ સીદીભાઇ જાદવ અને સાસુ લાખીબેન દ્વારા તું કરીયાવરમાં કાંઇ લાવી નથી, તને કામ આવડતું નથી તેમ કહી ચારીત્ર્ય પર શંકા-કુશંકા કરી શારીરીક માનસીક ત્રાસ આપી ઘરમાંથી કાઢી મુકેલ હોવાની ફરીયાદ મહિલા પોલીસમાં નોંધાવતા પોલીસે ૪૯૮-એ સહીતની કલમો હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ મહિલા પી.એસ.આઇ. રીનાબેન સુવાએ હાથ ધરેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!