નવરાત્રી પ્રસંગે દેવીસ્વરૂપ માતાજીની વંદના


આસો સુદ એકમના શુભ દિવસથી શકિતની આરાધના મહાન પર્વ એવા નવરાત્રીનો પ્રારંભ થયો છે. અને શકિત ઉપાસનાના આજે ત્રીજા દિવસે બાળકો માતાજીને પ્રાર્થના કરી રહયા છે. સમગ્ર વિશ્વને આજે કોરોનાની મહામારીનાં સમયે શકિત સ્વરૂપા એવા માતાજીનાં આર્શિવાદની ખાસ જરૂર છે. માતાજી જુદા-જુદા સ્વરૂપે બિરાજે છે ત્યારે યા દેવી સર્વ ભુતેષુ…. સાથે શકિત સ્વરૂપા એવા માતાજીનાં ચરણોમાં આજે કોટી કોટી વંદના અને સમગ્ર વિશ્વના કલ્યાણની આપણે સૌ પ્રાર્થના કરીએ. આ સાથે જ સૌરાષ્ટ્રભૂમિ પરિવાર દ્વારા સર્વે વાચક મિત્રોને હેપ્પી નવરાત્રીની શુભકામના પાઠવવામાં આવે છે. માં જગદંબેનાં આર્શિવાદથી આરના અભિજીત ઉપાધ્યાયનું બાળસ્વરૂપ આજે શકિતસ્વરૂપા બનીને સામે આવ્યું છે. ત્યારે તેમને માતાજી સ્વરૂપે વંદના.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!