Sunday, January 24

વેરાવળ : ૧૦૮ની પ્રસંશનીય કામગીરી

વેરાવળ તાલુકાના ઉંબા ગામે વાડી વિસ્તારમાં ૧૧ કે.વી.નો વાયર પડતા વાડીમાં કામ કરતી મહિલાને શોર્ટ લાગેલ હતો. આ મહિલાને સ્થળ ઉપર જ ઇમરજન્સી સેવા ૧૦૮ દ્વારા પ્રાથમીક સારવાર આપી મહિલાનો જીવ બચાવેલ છે.
આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ ઉંબા ગામે વાડી વિસ્તારમાં રહેતા ભાવનાબેન ધીરૂભાઇ ગોહેલ વાડીમાં કામ કરી રહેલ તે સમયે ૧૧ કે.વી.નો વિજ વાયર પડતા ભાવનાબેન ગોહેલને પગમાં વાયર અડતા શોર્ટ લાગેલ હતો. આ બનાવની જાણ ઇમરજન્સી સેવા ૧૦૮ને થતા ઇ.એમ.ટી. કંચનબેન મોરી, પાયલોટ ઇસ્માઇલભાઈ સ્થળ ઉપર પહોંચેલ પરંતુ વાડી વિસ્તારમાં એમ્બ્યુલન્સ જઇ શકે તેમ ન હોવાથી આશરે દોઢેક કી.મી. ચાલીને પહોંચી ઇજા પામેલ મહિલા ભાવનાબેન ગોહેલને ઇ.આર.સી.પી. દ્વારા પ્રાથમીક સારવાર આપી વેરાવળ સીવીલ હોસ્પીટલમાં ખસેડેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!