બિન શૈક્ષણિક કર્મચારીઓનું સેટઅપ જૂનું રાખવા શિક્ષણ મંત્રીને રજુઆત

0

અખીલ ગુજરાત રાજય શાળા સંચાલક મહામંડળના મંત્રી પ્રિયવદન કોરાટે શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર ચુડાસમાને રજુઆત કરી રાજયની અનુદાનીત ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં હાલ કલાર્ક (વર્ગ-૩) અને પટ્ટાવાળા (વર્ગ-૪)ની નવા સેટઅપ મુજબ બિનશૈક્ષણિક કર્મચારીઓની સંખ્યા નહિવત છે. જે પુરતી નથી, આ સેટઅપ મુજબ કોવિડ-૧૯ ની મહામારીને કારણે કેન્દ્ર અને રાજય સરકારની ગાઈડ લાઈનનું પાલન કરવું શકય ન હોય, રાજયની અનુદાનિત (ગ્રાન્ટેડ) માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં બિનશૈક્ષણિક કર્મચારીઓનું અગાઉ જે જૂનું સેટઅપ હતું તેની પુર્નઃ અમલવારી રાજયના શિક્ષણ અને વિદ્યાર્થીના હિતમાં કરવા યોગ્ય કરવા જણાવ્યું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!