વંથલીના લુશાળા ગામે આધેડનો ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત

વંથલી તાલુકાનાં લુશાળા ગામે રેલવે ટ્રેક નજીક ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાતનો બનાવ બનેલ છે. ભુરાભાઈ સાંગાભાઈ જલુ રહે. લીલાખા તાલુકો ઉપલેટાવાળાનાં પત્નિ એકાદ માસ પહેલા કોરોનાના બિમારીના કારણે મૃત્યુ પામેલ હોય તેથી ભુરાભાઈને લાગી આવતા પોતાની મેળે ગઈકાલે ટ્રેન હેઠળ ઝંપલાવી કપાઈ જતાં તેઓનું મૃત્યુ થયું છે. આ બનાવ અંગે વંથલી પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
ઝેરી ટીકડા ખાઈ જતા આધેડનું મૃત્યુ
ભેંસાણ તાલુકાનાં બરવાડા ગામે હરસખુભાઈ બાલાભાઈ ગોંડલીયા (ઉ.વ.પ૦) એ કોઈપણ કારણસર ઘઉંમાં નાંખવાનાં ટીકડા ખાઈ જતા તેનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું છે.
સર્પદંશથી બાળકીનું મૃત્યુ
બિલખાના નવાગામ ખાતે રહેતી થર્મીલા મહેતાબભાઈ જામરા (ઉ.વ.૧ર) રહે.કડશ મધ્યપ્રદેશવાળાને ઝેરી સર્પ કરડી જતાં તેણીનુંં મૃત્યુ થયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!