દિવાળી પછી ઓડ-ઈવન ધો. ૯થી ૧૨ની સ્કૂલો શરૂ કરવાની વિચારણા

ગુજરાતમાં કોરોનાને કારણે બંધ થઇ ગયેલી શાળાઓ ફરી શરૂ કરવાની દિશામાં હકારાત્મક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે, જેમાં હવે રાજ્યમાં ધીમે ધીમે રોજગાર-ધંધા થાળે પડી રહ્યા છે, બજારો પણ શરૂ થઈ રહ્યાં છે, એ સંજોગોમાં હવે શાળાઓ શરૂ કરવા અંગે પણ વિચારણા ચાલુ થઈ છે. દિવાળી બાદ ધોરણ ૯થી૧૨ શરૂ કરવા, એ પણ ઓડ-ઇવન જેવી પદ્ધતિ સાથે શરૂ કરવાની ચર્ચા ચાલી રહી છે. ખાસ કરીને ગામડાંમાં પણ માધ્યમિક શાળા શરૂ કરવાની વાત ચાલી રહી છે.
ગુજરાતમાં શાળાઓ શરૂ કરવાના મામલે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા અલગ અલગ તબક્કામાં ચર્ચાઓ શરૂ કરી દેવાઈ છે, જેના ભાગરૂપે તાજેતરમાં ગુજરાત ર્સ્વનિભર શાળા-સંચાલક મંડળ, જિલ્લા શિક્ષણાધિકારીઓ અને રાજ્યના શિક્ષણમંત્રી વચ્ચે વેબિનાર યોજાયો હતો. આમાં દિવાળી પછી ધો.૯થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ ખોલવી કે નહીં એવા તમામ પાસેથી અભિપ્રાયો લેવામાં આવ્યા હતા. આ વેબિનારમાં દિવાળી પછી ધો.૯થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ ખોલવાના સંકેતો આપ્યા છે. ધો.૧થી ૮ના વિદ્યાર્થીઓ માટે દિવાળી પછી પણ સ્કૂલ ખોલવાનો કોઈ ર્નિણય લેવામાં આવ્યો નથી. રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં ધો.૬થી ૮ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ શરૂ કરવા વિચારણા ચાલી રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!