કેન્દ્ર સરકારે આયુષ્યમાન ભારતની હેઠળ ગ્રામીણ ભારતની સ્વાસ્થ્ય સેવાઓના પાયાની સુવિધાઓમાં વધુ સુધાર લાવવા માટે આયુષ્યમાન સહકાર યોજના શરૂ કરવાની જાહેરાતકરી છે. આ યોજના હેઠળ રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ ગ્રામીણ ભારતમાં સ્વાસ્થ્ય સેવાના ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે સહકારી સમિતિઓને ૧૦ હજાર કરોડ રૂપિયાનું રૂણ ઉપલબ્ધ કરાવશે. સોમવારેને લોન્ચ કરવામા આવેલી આયુષ્યમાન સહકાર યોજના હેઠળ સરકારી સંસ્થાઓને ગ્રામીણ વિસ્તારોમાં હોસ્પીટલ, મેડિકલ કોલેજ ખોલવાને લઈને અન્ય સ્વાસ્થ્ય ઉપલબ્ધ કરાવવા માટે કરજ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી પુરુષોતમ રૂપાલાએ સોમવારે એક નવી સ્કીમ આયુષ્યમાન સહકારનો શુભારંભ કર્યો છે. આ યોજના હેઠળ રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ ગ્રામીણ ભારતમાં સ્વાસ્થ્ય સેવાના પાયાની જરૂરિયાતોના વિકાસ માટે સહકારી સમિતિઓના ૧૦ હજાર કરોડ રૂપિયાની લોન ઉપલબ્ધ કરાવશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews