ઉના પાસે નદીમાં માછલી પકડવા ગયેલ આધેડનું ડૂબી જવાથી મોત

ઉના પાસે નદીમાં માછલી પકડવા ગયેલ આધેડનું પાણીમાં ડુબી જવાથી મૃત્યુ થયું હતું. ૪ કલાકની જહેમત બાદ મૃતદેહ મળ્યો હતો. ઉનાના મોહનભાઇ બચુભાઇ બાંભણીયા (ઉ.વ.પ૦) ઉના શહેરમાં શાસ્ત્રીનગર પાછળ આવેલ મચ્છુન્દ્રી નદીના ઘુનામાં જાળ લઇ માછલી પકડવા ગયા હતાં ત્યારે નદીમાં સામે કાંઠે જાળ લઇ માછલા પકડવા જતા ત્યારે ઉંડા પાણીમાં ગરક થઇ જતા આજુબાજુના લોકો જોઇ જતાં રાડારાડી કરતા લોકોએ ઉના નગર પાલિકાના ફાયર બ્રિગેડને બોલાવતા તુરંત આવી શોધખોળ કરતા ૪ કલાકની જહમત બાદ મોહનભાઇ બચુભાઇ બાંભણીયાનો મૃતદેહ મળી આવતા સરકારી હોસ્પિટલે પી.એમ. માટે ખસેડેલ છે. તેમના પરિવારમાં શોક છવાઇ ગયો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!