ઉનાના સૈયદ રાજપરામાં રેતી ચોરીની ફરિયાદ કરનારને ભૂમાફિયાઓની મારી નાખવાની ધમકી

ઉનાનાં સૈયદ રાજપરા ગામે રેતી ચોરીની ફરિયાદ કરતા યુવાન ઉપર ભૂમાફિયાઓએ ગાળો આપી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ થઇ છે. ઉના તાલુકાના સૈયદ રાજપરા ગામે રહેતા શૈલેષભાઇ સામતભાઇ રાઠોડએ નવાબંદર મરીન પોલીસમાં લેખીત ફરિયાદ નોંધાવી હતી કે તેમણે સૈયદ રાજપરાની સીમમાં આવેલ ગૌચર જમીનમાં ભૂમાફિયા દ્વારા સફેદ રેતીનું ખન્નન કરી વેંચી નાખી સરકારની ખનિજ અને રોયલ્ટીનું નુકશાન કરતા હોય રજુઆત કરતા તે મનદુઃખ રાખી હરેશભાઇ ઉર્ફે હરેશ ગરીયો રમેશ બાંભણીયા રે. સૈયદ રાજપરા વાળો શૈલૈષભાઇ અને તેમના દોસ્તાર લાલજી મોહન બાંભણીયા જતા હતાં ત્યારે આરોપી હરેશે તેમને રોકાવી મનફાવે તેમ ગાળો આપી તે રેતી ચોરીની કેમ ફરિયાદ કરે છે ? હવે કરીશ તો હાથપગ ભાંગી નાખીશ તેમ કહી જતો રહેલ. રાત્રીના ૧૦ થી ૧ર લોકો મારવાના ઇરાદે આવી મનફાવે તેમ ગાળો આપેલ આસપાસના લોકો આવી જઇ લોકોએ ત્યાંથી રવાના કર્યા હતાં અને આરોપી હરેશે મોબાઇલ ફોન ઉપર લાલજીભાઇ મોહનભાઇ બાંભણીયાને તથા ફરીયાદીને મારી નાખવાની ધમકી આપી હતી. માથાભારે શખ્સ સામે કડક પગલા ભરવા માંગણી કરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!