હાલ દુબઈમાં આઈપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલી રહી છે ત્યારે સટોડીયાઓ પણ પુરબહારમાં ખીલી ઉઠયા છે ત્યારે જૂનાગઢના કાળવા ચોકમાં ચાલતા ઓનલાઈન જુગાર ધામમાં પોલીસે દરોડો પાડી રૂા.૬૪,૪૮૦ના મુદામાલ સાથે ૩ શખ્સોને ઝડપી લીધા છે. રેન્જ ડીઆઈજી મનિન્દર પ્રતાપસિંહ પવાર, એસપી રવિતેજા વાસમ શેટ્ટીની સૂચના અને ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનાં માર્ગદર્શનમાં જુગારની બદીને નાબુદ કરવા પોલીસે પેટ્રોલીંગ હાથ ધર્યુ છે.
દરમ્યાન બી-ડિવીઝન પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે બાતમી મળી કે ભાટીયા ધર્મશાળા વિસ્તારમાં રહેતો રજાકભાઈ ઈકબાલભાઈ રફાઈ જૂનાગઢ શહેરનાં કાળવા ચોકમાં શાબીરીન શોપીંગ સેન્ટરમાં દુકાન ભાડે રાખી જુગાર રમાડી રહયો છે. તે એમ.એસ. માર્કેટીંગ યાર્ડ પ્રા.લિ. નામની ઓનલાઈન યંત્રો વેચવાની ફ્રેન્ચાઈઝી મેળવી કોમ્પ્યુટર, એલઈડીના માધ્યમથી ઓનલાઈન ધાર્મિક યંત્રોનો દર ૧પ મિનીટે ડ્રો કરી જુગાર રમાડી રહયો છે. બાદમાં પોલીસે દરોડો પાડી રજાકભાઈ ઈકબાલભાઈ રફાઈ, ઝમીરખાન મયુરીદીનખાન પઠાણ અને મોન્ટુ નરોતમભાઈ શેઠીયાને પોલીસે ઝડપી લીધા હતાં. પોલીસે સ્થળ ઉપરથી રોકડ, ૩ મોબાઈલ, એલઈડી ટીવી, સીપીયુ, માઉસ, કી-બોર્ડ, ઈલેકટ્રીક સાધનો, ચાંદીના સિકકા મળી કુલ રૂા.૬૪,૪૮૦નો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews