જૂનાગઢમાં દેશી દારૂનો જથ્થો ઝડપતી ક્રાઈમ બ્રાંચ

0

જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દરસીંગ પવારની સુચના તેમજ જૂનાગઢ જીલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમશેટ્ટીનાં માર્ગદર્શન હેઠળ જૂનાગઢ ક્રાઈમ બ્રાંચનાં ઈન્ચાર્જ પીઆઈ આર.કે. ગોહેલ, સબીરભાઈ બેલીમ, નિકુલ પટેલ, ડાયાભાઈ કરમટા, કરશનભાઈ કરમટા તથા સ્ટાફે ચોકકસ બાતમીનાં આધારે રેડ કરતાં મુબારક બાગમાં રહેતા સાજણ જીલુભાઈ મકવાણાએ ખોડીયાર માતાજીનાં મંદિરની સામે આવેલ કાળવાના વોકળામાં ગેરકાયદેસર રીતે દેશી પીવાનાં દારૂનો જથ્થો બાચકા નંગ-૩૭, બુંગીયા નંગ-રરર મળી કુલ રૂા. રરર૦૦નો મળી આવતાં બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે તેની વિરૂધ્ધ પ્રોહીબીશન ધારા હેઠળ ગુનો નોંધાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!