જૂનાગઢ પંથકમાં અપમૃત્યુના બનાવો

વિસાવદર તાલુકાના માંડાવડ ગામે કમળાબેન દયાશંકર દવે (ઉ.વ.૭૦)ના દિકરાનું દોઢેક વર્ષ પહેલા મૃત્યુ થયું હોય જેથી તેઓને આઘાત લાગતા અને મનમાં લાગી આવતા ઝેરી દવા પી લેતા તેમનું મૃત્યુ થયું છે.
મહિલાનું અગ્નિ સ્નાન
જૂનાગઢ તાલુકાનાં ઝાલણસર ગામનાં જયોત્સનાબેન હરસુખભાઈ હિરપરા (ઉ.વ.પપ)એ પથરીની તેમજ માનસીક બિમારીને કારણે કંટાળી અને પોતાના ઘરમાં પડેલ કેરોસીન છાંટી અગ્નિસ્નાન કરી લેતા તેમનું મૃત્યુ થયેલ છે. જયારે અન્ય એક બનાવમાં વિનોદરાય દામોદરભાઈ જાેષી (ઉ.વ.૬૦) કોઈપણ કારણસર સળગી જતાં તેમનું દાઝી જવાથી મૃત્યુ થયેલ છે.
રૂપાવટી ગામે જુગાર દરોડો
જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના પો.કો. કરણભાઈ જગુભાઈ અને સ્ટાફે રૂપાવટી ગામે જુગાર અંગે દરોડો પાડતાં રોકડ રૂા.પ૬ર૦નાં મુદામાલ સાથે ત્રણને ઝડપી લઈ તેના વિરૂધ્ધ કાર્યવાહી કરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!