ગુજરાત કે કેન્દ્રની સરકારની નીતિ હંમેશા ઉદ્યોગપતિઓ તરફી રહી છે. મોટા ઉદ્યોગોને અબજાે રૂપિયાની સહાય આપનારી સરકાર નાના ઉદ્યોગોને સહાય આપવામાં ઉણી ઉતરી રહી છે. સરકારની આવી નીતિના કારણે રાજ્યના હજારોથી વધુ ઉદ્યોગોનો મૃત્યુ ઘંટ વાગી રહ્યો છે. ચાઈનાથી કરોડો રૂપિયાનો સિરામીક, પ્લાસ્ટિક, ઈલેક્ટ્રોનિક, મશીનરી સહિતનો માલ ઠલવાય છે તેમ કોંગ્રેસી પ્રવક્તા ડો.મનિષ દોશીએ કટાક્ષ કરી વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ સરકાર ઓછી સંખ્યાના નામે ૫૨૨૩ જેટલી શાળાઓને તાળા મારી રહી છે જેમાં કચ્છ-સૌરાષ્ટ્રની ૮૨૮ જેટલી શાળાઓને તાળા લાગી રહ્યા છે. રાજ્યમાં ટેટ-ટાટ, એલઆરડી, ગ્રામ સેવક, તલાટી, બિનસચિવાલય કલાર્ક, આઈ.ટી.આઈ. ઈન્સ્ટ્રક્ટર સહિતની ભરતીમાં મોટાપાયે ગેરરીતિ, પેપર ફુટી ગયા છે. સરકારે વિવિધ ભરતી પરીક્ષાની ફોર્મ ફી પેટે બેરોજગાર યુવાનો પાસેથી ૧૦૦ કરોડ રૂપિયા જેટલી માતબર રકમ વસૂલી લીધી છે. સૌરાષ્ટ્રના ઓળખ સમા સિરામીક, ટેક્ષટાઈલ્સ, ફાર્માસ્યુટીકલ પાર્ટસ, ઓઈલ એન્જિન, બ્રાસપાટ સહિતના ઉદ્યોગોને સરકારની નીતિને કારણે મૃત્યુ ઘંટ વાગી રહ્યો છે. સિરામીક ઉદ્યોગ તકલીફમાં હોય ત્યાર નાના ઉદ્યોગોને મદદ ન કરવાની સરકારની નીતિ રહી છે. ચાઈનાથી કરોડો રૂપિયાનો સિરામીક, પ્લાસ્ટિક સહિતની ચીજ-વસ્તુઓ, મશીનરી ગુજરાત અને દેશમાં ઠલવાય છતાં ખેડૂત ખેતીને નુકસાન કરતા કાળા કાયદા, મહિલાઓ ઉપર થતાં અત્યાચાર, મોંઘું શિક્ષણ, બેરોજગારી સહિત જનવિરોધી નીતિ, ખેડૂત વિરોધી-યુવા વિરોધી નીતિ ઉપર આકરા પ્રહાર કર્યા હતાં. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડો.મનિષ દોશીએ વધુમાં જણાવ્યું હતું કે, સરકારની નીતિ- રીતિ અને નિયતને કારણે દિન- પ્રતિદિન સમાજના તમામ વર્ગના લોકોને અન્યાય થાય, અત્યાચાર વધે એ રીતે શાસન ચાલી રહ્ય્šં છે. લોકોમાં ખૂબ મોટો આક્રોશ છે. ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિને કારણે પહેલેથી જ આર્થિક રીતે ખૂબ મોટું નુકસાન ગુજરાતના ખેડૂત-ખેતી ભોગવી રહ્યા છે. ખાનગી વિમા કંપનીઓએ ચલાવેલી લૂંટ અને ફસલ વિમા યોજના ખેડૂત માટે ‘ખેડૂત ફસાજા’ વિમા યોજના બની ગઈ છે. અતિવૃષ્ટિ થઈ, ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું. સરકારે જાહેર કરી કે પંદર દિવસની અંદર સર્વે કરીને નુકસાનીનું વળતર આપીશું. આજે લગભગ બે મહિના થયા છતાં પણ એક પણ ખેડૂતના ખાતામાં એક પણ રૂપિયાનું વળતર ચૂકવાયું નથી. ભાજપ સરકારે જે ખેડૂત વિરોધી કાળાકાયદા બનાવ્યા. એના કારણે ખેડૂત માલિકમાંથી ખેત મજૂર બનવાનો, ખેડૂતને પોતાના જ ખેતરમાં કંપનીઓ જે ખેતી કરશે એની મજૂરી કરવાના દિવસો આવવાના છે. બીજી બાજુ જ્યારે કોરોના- લોકડાઉનને કારણે લોકો આર્થિક સ્થિતિ ખૂબ ખરાબ થઈ છે. લોકોની આવક પણ ઘટી છે, નોકરીઓ છીનવાઈ ગઈ છે, ધંધા-વેપાર બંધ થયા છે, મંદીનો માહોલ છે. એવા સમયમાં વિદ્યાર્થીઓની એક સત્ર ફી માફીની માંગ જ્યારે ગુજરાતના વાલીઓ કરતા હોય, પરિવારો કરતા હોય ત્યારે સરકાર તેમની વાત સાંભળવા તૈયાર નથી અને એક પછી એક જાહેરાતો કરી લોકોને લોલીપોપ આપી રહી છે. કોરોના મહામારીની આફતથી નાના ઉધોગોને તાળા લાગી રહયા છે. આપણા પરિવારની દીકરી ઘરની બહાર જાય તો સાંજે સાજી-સુરક્ષિત ઘરે પાછી આવશે કે કેમ ? ગુંડા રાજ ચારે તરફ ચાલી રહ્ય્šં છે. ગુંડાઓ બેફામ થયા છે, ત્યારે રાજ્યની કથળી ગયેલી કાયદો વ્યવસ્થાની સ્થિતિ ઉપર ડો.મનિષ દોશીએ આકરા પ્રહારો કર્યા હતા.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews