ગીર સોમનાથ જીલ્લામાં ૧૦૮ સેવા પાંચ સગર્ભા માટે ચિરંજીવીરૂપ સાબીત થઇ

0

ગીર સોમનાથ જીલ્લામાં ઇમરજન્સી ૧૦૮ સેવા સગર્ભા દર્દીઓ માટે ચિરંજીવીરૂપ સાબીત થઇ રહી હોય તેમ છેલ્લા બે દિવસ દરમ્યાન એક સગર્ભાની રસ્તામાં સફળ ડીલેવરી કરાવવા સહિત કુલ પાંચ સગર્ભાને સમયસર હોસ્પીટલે પહોંચાડી સારવાર અપાવી છે. ગીર સોમનાથ જીલ્લાના ઉનામાંથી બે, કોડીનારમાંથી એક, તાલાળામાંથી એક અને સુત્રાપાડામાંથી એક મળી કુલ પાંચ સગર્ભા મહિલાઓને સારવારની જરૂર પડી હોવાથી ઇમરજન્રસી સેવા ૧૦૮ને કોલ આવેલ હતો. પાંચ પૈકી ચાર સગર્ભાને સમયસર નજીકની તાલુકાની હોસ્પીટલે પહોંચાડી સારવાર અપાવી હતી. જયારે સુત્રાપાડા તાલુકાના સિંગસર ગામની સગર્ભા મહિલા ભાણીબેન મેણસીભાઇ વાળા (ઉ.વ.રપ)ને એકાએક પ્રસુતિની પીડા ઉપડતા ઇમરજન્સી ૧૦૮ સેવાની મદદ માંગી હતી. જેના પગલે સુત્રાપાડા ૧૦૮ને ફરજ સોંપાતા ઇએમટી યોગેશ વાજા, પાયલોટ ભરત નાઘેરા એમ્બયુલન્સ સાથે સ્થળે પહોંચી સગર્ભા દર્દીને લઇ કોડીનાર હોસ્પીટલે જતા હતા. ત્યારે રસ્તામાં અચાનક સગર્ભાને પ્રસુતીની પીડા વધી જતા ધામળેજ ગામ પાસે એમ્બ્યુલન્સ રોકાવી ૧૦૮ની વડી કચેરીએ હાજર ફરજ ઉપરના તબીબ સાથે સગર્ભાની પરિસ્થિતિ અંગે વાતચીત કરી સલાહ મુજબ રસ્તામાં જ સફળ ડીલીવરી કરાવી હતી. ડીલેવરી કરાવવા સમયે બાળકનું માથુ આડુ હોવાથી જોખમ ઉભુ થયેલ પરંતુ તબીબના માર્ગદર્શનથી જોખમ ટાળી સફળતાપૂર્વક ડીલેવરી કરાવ્યા બાદ માતા-બાળકને કોડીનાર હોસ્પીટલ પહોંચાડેલ હતા. આ મહિલાના સગા-વ્હાલાએ ૧૦૮ની કામગીરીને આવકારેલ તેમજ ૧૦૮ના ઉચ્ચ જીલ્લા અધિકારી જયેશભાઇ કારેના, જીલ્લા અધિકારી યુવરાજસિંહ ઝાલા દ્વારા પણ સારી કામગીરી કરવા આવકારેલ હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!