સોમનાથ મહાદેવ મંદિરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનાં રર ઓકટો.નાં જન્મ દિવસે વિશેષ પૂજા-અર્ચના થશે

કેન્દ્રીય ગૃહમંત્રી, ભારતીય જનતા પાર્ટીનાં પ્રથમ પંકિતનાં અડીખમ નેતા અને ભારતનાં બાર જયોર્તિલિંગ પૈકી પ્રથમ સોૈરાષ્ટ્રનાં સાગર કાંઠે આવેલા ભગવાન શ્રી સોમનાથ મહાદેવનાં મંદિર ખાતે સોમનાથ ટ્રસ્ટનાં ટ્રસ્ટી અમિતભાઈ શાહનો તા.રર ઓકટોબરનાં રોજ જન્મદિવસ હોય માર્કન્ડેય પૂજા, મહાપૂજા અને તેમનાં ર્દિઘ આયુષ્ય માટે જન્મ દિવસની શુભેચ્છા આપી મંત્રજાપ કરવામાં આવશે અને સાંજે સંધ્યા શણગાર કે દિપમાળા પણ યોજાઈ શકે છે. અત્રે એ યાદ આપવું જરૂરી છે કે સોમનાથ ટ્રસ્ટનાં તમામ ટ્રસ્ટીઓનાં તેમનાં જન્મદિવસે આ રીતે શુભેચ્છા મહાપૂજા યોજવાની પરંપરા છે જે અંગેની તડામાર તૈયારીઓ સોમનાથ ટ્રસ્ટનાં જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા અને સચિવ પ્રવિણભાઈ લહેરી કરી રહ્યા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!