જૂનાગઢના મહાદુઃખદાયક રસ્તા પ્રશ્ને શાસકપક્ષને વિરોધપક્ષનું અલ્ટીમેટમ

0

જૂનાગઢ મહાનગરપાલિકાનાં જનરલ બોર્ડની બેઠકમાં ગઈકાલે મહત્વનાં ઠરાવો શાસક પક્ષ તરફથી કરવામાં આવ્યા હતા. તો બીજી તરફ વિરોધપક્ષ દ્વારા પ્રજાકીય પ્રશ્ને અસરકારક રજુઆતો અને અનેક પ્રજાકીય ફરીયાદો વ્યકત કરવામાં આવી હતી. વિરોધપક્ષના નેતા અદ્રેમાન પંજાએ જણાવ્યું હતું કે, સોરઠ શહેરનાં રસ્તાઓને રીપેરીંગ અને સારા બનાવવા માટે જે વચનો અવાર-નવાર શાસક પક્ષ દ્વારા અપાયા છે હજી સુધી કામો થયા નથી. ખાતમુર્હુત થયાં બાદ કામ શરૂ થતા નથી. દિવાળી પહેલા સારા રસ્તાની ખાત્રી આપી હતી. તેનું શું તેવા સવાલ સાથે અલ્ટીમેટમ પણ આપ્યું છે કે ર૭ ઓકટોબર મંગળવાર સુધીમાં ચિતાખાના ચોકથી કાળવાચોક સુધીના રસ્તાના રીપેરીંગ માટે રાહ જાેઈએ છે અને જાે આ કામગીરી શરૂ કરવામાં નહી આવેતો ર૮ ઓકટોબર બુધવારથી જનતાને સાથે રાખી જૂનાગઢ કાળવાચોકમાં પ્રતિક ઉપવાસ કરવામાં આવશે તેવી ચિમકી આપી હતી.
જૂનાગઢ મહાનગરપાલિકાનું ગઈકાલે જનરલ બોર્ડ મળ્યું હતું. આ બોર્ડમાં મનપામાં ભરતી અને બઢતીના નિયમો માટેનું આર.આર. રજીસ્ટર બનાવી તેને મંજુરી અર્થે સરકારમાં મોકલવામાં આવ્યું હોવાનું જણાવાયું હતું. આ તકે મેયર ધીરૂભાઈ ગોહેલે જણાવ્યું હતું કે, નગરપાલિકા સમયનું મહેકમ હતું તે અધુરૂ હતું. માટે મહેકમનું નવું આર.આર. રજીસ્ટર બનાવાયું છે. આગામી ર૦ વર્ષને ધ્યાને રાખી બનાવાયેલા મહેકમને સરકારની મંજુરી બાદ લાયકાત મુજબ ભરતી અને બઢતી કરાશે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પસંદગી થશે માટે કોઈની લાગવગ નહીં ચાલે. જયારે બોર્ડમાં રસ્તાના મુદ્દે વિપક્ષે પસ્તાળ પાડી હતી. અદ્રેમાન પંજાએ જણાવ્યું હતું કે, રસ્તાના ખાતમુર્હુત થયા બાદ પણ કામ શરૂ થતાં નથી. દિવાળી પહેલા સારા રસ્તાની ખાત્રી આપી હતી તેનું શું થયું ? ચિત્તાખાના ચોકથી કાળવા ચોક સુધીનો રસ્તાના રીપેરીંગ માટે મંગળવાર (ર૭ ઓકટોબર) સુધી રાહ જાેઈએ છીએ. નહીંતર બુધવાર (ર૮ ઓકટોબર)થી જનતાને સાથે રાખી કાળવા ચોકમાં પ્રતિક ઉપવાસ કરવામાં આવશે તેવી ચિમકી ઉચ્ચારી હતી. આ ઉપરાંત કોંગ્રેસનાં મહિલા કોર્પોરેટરે શહેરનાં વિકાસનાં કામોને લઈ શાસકોને ખુલ્લી ચેતવણી આપી હતી અને જણાવ્યું હતું કે બોડી ભાજપની છે તો દરેક વખતે બોર્ડમાં અધિકારીઓનો વાંક શા માટે ચુંટાયેલા સભ્યોની કોઈ જવાબદારી નથી, કામ ન થાય તો રાજીનામું આપવા જણાવાયંુ હતું. આ તકે વિરોધપક્ષનાં વિજયભાઈ વોરાએ શહેરમાં કચરા એકત્ર કરવા માટે મુકેલા પ૦ ટકા કન્ટેઈનરો તુટેલી હાલતમાં હોવાની દરેક બોર્ડમાં રજુઆત કરી છે. છતાં તે રીપેર થતા નથી કે તેને બદલવામાં આવતા નથી, તે અંગે કામ કરવા જણાવ્યું હતું. તો વિરોધપક્ષના નેતા અદ્રેમાન પંજાએ કાળવા ચોકથી ચિતાખાના ચોક સુધીનો રોડ તાત્કાલીક શરૂ કરવામાં નહીં આવે તો મંગળવારથી કાળવા ચોકમાં ઉપવાસ આંદોલન કરવાની ચીમકી આપી હતી. આ જનરલ બોર્ડમાં એવું પણ જણાવવામાં આવ્યું હતું કે મુખ્યમંત્રીના આગમનને લઈ રાતોરાત દાતાર રોડ બનાવવામાં આવ્યું છે તેમાં લોટ, પાણી અને લાકડા જેવું કામ કરવામાં આવ્યું છે તેવી ફરિયાદ વ્યકત થઈ હતી. જેની સામે શાસકોએ જણાવ્યું હતું કે આ રોડનું કામ હજુ બાકી છે તેમાં ગટરના કામ માટે આવતા કામદારો પાસે પુરતા સાધનો ન હોવાની ફરીયાદ જનરલ બોર્ડમાં કરવામાં આવી હતી. જેને લઈ કામ ગતીમાં થતા નથી તેમ જણાવ્યું હતું. ગઈકાલે મળેલા જનરલ બોર્ડમાં મહાનગરપાલિકાનાં મેયર ધીરૂભાઈ ગોહેલ, શાસક પક્ષના પદાધિકારીઓ, કમિશ્નર તેમજ વિરોધપક્ષના નેતા અદ્રેમાનભાઈ પંજા, વિજયભાઈ વોરા અને મનપાના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહયા હતાં.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

 

error: Content is protected !!