જૂનાગઢમાં ગઈકાલે ફરી વરસાદ, ખેતી પાકને નુકશાન

0

હવામાનની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રમાં છેલ્લા બે-ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે. જૂનાગઢમાં ગઈકાલે ફરી વરસાદ વરસ્યો હતો. જેના કારણે મગફળી, કપાસ અને તલ અને શિયાળુ શાકભાજી સહિતના પાકોને નુકસાન થઈ રહ્યું છે. કચ્છ, જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી વિસ્તારમાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો હતો. ઉનાના દેલવાડા હજારામાં એક ખેડૂતની વાડીમાં નારિયેળીના ઝાડ ઉપર વીજળી પડતા ઝાડ સળગી ઉઠ્‌યું હતું. જૂનાગઢમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. ભારે ઉકળાટ બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદથી શહેરનાં મોતીબાગ સહિતના વિસ્તારોમાં રોડ રસ્તા ઉપર પાણી ભરાયા હતા. શહેરના રસ્તાઓ ઉપર પાણી ભરાઇ જવાથી વાહન ચાલકોને મશ્કેલીનો સામનો કરવો પડયો હતો. જૂનાગઢના માળીયા હાટીનામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. માળીયા હાટીનાના અમરાપુર, વડીયા, ઇટલી, ગલોદર, ઘુમતી, સરકડિયા સહિતના મોટા ભાગના ગામડાઓમાં બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. કમોસમી વરસાદથી ખેડૂતોના ઉભા પાકને જબ્બર નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!