જૂનાગઢના વિકાસમાં મિડીયાની મહત્વની ભૂમિકા

0

ગરવા ગિરનાર ખાતે બિરાજતા અંબાજી માતાજીનાં કૃપા દ્રષ્ટી વર્ષે છે તેવા જૂનાગઢ અને સોરઠ પંથકમાં વિકાસનાં દ્વાર ખુલી રહયા છે. રોપ-વે યોજના શરૂ થઈ રહી છે. અને વિકાસનો નવો અધ્યાય શરૂ થવાનો છે. ત્યારે જાજા હાથ રળીયામણા એ કહેવત અનુસાર અનેક લોકોએ રોપ-વે યોજનાને સાકાર કરવા માટેના પ્રયાસો કર્યા છે. અને સૌના સહીયારા સાથ સાથે રોપ-વે યોજના સાકાર થઈ રહી છે. તે જૂનાગઢ માટે ગૌરવની લાગણી છે. તો બીજી તરફ જૂનાગઢ શહેરનાં વિકાસમાં મિડીયાની મુખ્ય અસરકારક ભૂમિકા રહી છે. રોપવેનું સ્વપ્ન દેખાડનાર સ્વ.નાનજી કાલીદાસ મહેતા તથા પૂર્વ મંત્રીશ્રી સ્વ. મહંત વિજયદાસજી ઉપરાંત જૂનાગઢનાં પ્રબુધ્ધ નાગરીકો સ્વ.ભાવનાબેન ચીખલીયા, મહેન્દ્રભાઈ મશરૂ, પૂર્વ મેયર કેપ્ટન સતીષચંદ્ર વિરડા, પૂર્વ ડે. મેયર ગિરીશભાઈ કોટેચા તેમજ સ્વ. પ્રવિણભાઈ ટાંક, સ્વ. કરમણભાઈ કટારા તેમજ જૂનાગઢ શહેર અને જીલ્લાનાં નામી અનામી અનેક અગ્રણીઓ, મહાનુભાવોએ જહેમત ઉઠાવી હતી. આ ઉપરાંત ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ, પર્યાવરણ અંગે કલીનચીટ આપનારા મંત્રીશ્રી જયરામ રમેશ, સૈફુદીન સોઝ તથા મીરાકુમાર, પૃથ્વીરાજ ચૌહાણ વગેરેએ પ્રથમ મુલાકાત લીધી હતી. તથા બીજી મુલાકાત જયરામ રમેશ, સૈફુદીન સોઝ, રાધાકૃષ્ણ મૂર્તી, લક્ષ્મન સિંહે જે તે વખતે રોપ-વે સાઈડની મુલાકાત લીધી હતી. તથા ગુજરાતનાં પુર્વમુખ્યમંત્રી અને હાલનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડા, સાંસદ રાજેશ ચુડાસમા, રાજકીય પક્ષોનાં અગ્રણીઓ, સંતો, મહંતો તેમજ નામી, અનામી અનેક જાહેર ક્ષેત્રમાં રહેલા પ્રજાનાં પ્રતિનિધીઓ તથા પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મિડીયા ઉપરાંત ઉષા બ્રેકોનાં દિપક કપલીસ, દિનેશસીંગ નેગીનો ફાળો રહયો છે. આ સાથે જ સકારાત્મક અને રચનાત્મક પત્રકારત્વ ઉત્તમ ઉદાહરણ જૂનાગઢ પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મિડીયા જગતે પુરૂ પાડયું છે. અને એટલા માટે જ જૂનાગઢમાં મિડીયાનું આગવુ અને અલગ અસ્તિત્વ રહેલું છે.
સોરઠનાં વિકાસની પ્રક્રિયા શરૂ કરવા માટે સેંકડો લોકોએ પોતાનું યોગદાન આપ્યું હોય છે. ત્યારે આ વિકાસનાં પથને આગળ ધપાવવા માટે મિડીયા જગત પણ એટલું જ સક્રિય હોય છે. કોઈપણ શહેરનાં વિકાસનાં પાયામાં એક દ્રષ્ટીપાત કરશું તો અખબારો અને ઈલેકટ્રોનિક મિડીયા તેમજ પત્રકાર મિત્રોનો એટલો જ સહયોગ રહેલો જાેવા મળશે. આપણે વાત કરીએ ભારત દેશ ગુલામીની જંજીરોમાં જકડાયેલુ હતું અને આપણે પરાધીન હતાં તેવા સમયે પણ તત્કાલીન અખબાર નવેસો અને મિડીયાએ પોત પોતાની અસરકારક ભૂમિકા અદા કરી હતી. એટલું જ નહીં લોકોનાં અવાજને વ્યકત કર્યો હતો. અખબાર અને પત્રકારોનું ગળુ ઘોંટી દેવામાં અનેક પ્રયાસો કરવામાં આવતા હતાં. તેમ છતાં તેવો પોતાનું ઉત્તરદાયિત્ય નિભાવતા હતાં. આજે પણ એજ સ્થિતી છે. અને અખબારો ઉપર, ટીવી ચેનલો ઉપર દબાણ ઉભું કરાય છે. આઝાદી બાદ પણ સાત દાયકાની સફરમાં દરેક શહેર અને જીલ્લાનાં વિકાસમાં જેમ અનેક લોકોનો યોગદાન રહેલું છે. તેમ મિડીયાનું પણ એટલું જ મહત્વ છે. તેમની અસરકારક ભૂમિકા છે. પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મિડીયાનાં તંત્રી, માલિકોનાં સકારાત્મક વલણ સાથે મિડીયા જગત સાથે કામગીરી કરતાં પત્રકાર મિત્રોની પણ સુંદર કામગીરી રહી છે. આધુનિક ટેકનોલોજીનાં યુગમાં અખબારની સાથે – સાથે ન્યુઝ ચેનલનો પણ એટલો જ દબદબો રહયો છે. પ્રિન્ટ અને ઈલેકટ્રોનીક મિડીયા સાથે જાેડાયેલા નાના મોટા તમામ મિત્રોએ પણ વિકાસમાં ખુબજ ફરજ અદા કરતાં હોય છે. અને આમ કોઈપણ શહેર અને જીલ્લાનો વિકાસ સૌના સહિયારા સાથે આગળ ધપતો હોય છે. આપણા શહેર અને જીલ્લાની વાત કરીએ તો આઝાદી બાદનાં જૂનાગઢ શહેર અને જીલ્લાનાં વિકાસમાં સૌની સાથે અખબારો, પત્રકારો સહિતનું ઈલેકટ્રોનિકસ મિડીયા સતત સક્રિય રહયું છે. આજે વિકાસની કોઈપણ બાબત હોય સૌથી પહેલા મિડીયા જગત તેને ફ્રન્ટલાઈન ઉપર લાવે છે અને જયાં પણ જરૂર પડી ત્યાં પોતાનાં અહેવાલો સ્ટોરી દ્વારા તેને સતાધીશો સમક્ષ મુકવામાં આવે છે. વારંવાર અહેવાલો તૈયાર કરાતા હોય છે. બીજી તરફ મિડીયા જગતનું મહત્વ લગભગ દરેકે સ્વીકારેલું છે અને મિડીયા જગત પણ સતત સક્રિય છે અને જયારે પણ જરૂરીયાત પડે ત્યારે મદદ માટે તત્પર હોય છે. એક શોર્ટ નોટીસ મળતાની સાથે મિડીયાનાં મિત્રો પહોંચી જતા હોય છે. અને રીપોર્ટીંગ કરતાં હોય છે. અને આ રીપોર્ટીંગનું જે તે અખબાર અને ન્યુઝ ચેનલ દ્વારા પ્રસારીત કરવામાં આવતું હોય છે. આજે જયારે ડિઝીટલ યુગ ચાલી રહયો છે. ત્યારે પ્રિન્ટ મિડીયા, ઈલેકટ્રોનિકસ મિડીયા, સોશ્યલ મિડીયા, આ બધાજ માધ્યમોની અગત્યની કામગીરી રહી છે. જૂનાગઢ શહેરનાં વિકાસની કોઈપણ બાબત હોય તેમાં જૂનાગઢ શહેરનાં મિડીયા જગતે રચનાત્મક અને હકારાત્મક રીપોર્ટીંગ કરી અને જૂનાગઢ શહેરનાં વિકાસમાં મહત્વનું યોગદાન આપેલું છે. ત્યારે એક જ ઉદાહરણ આપવું જરૂરી છે કે કોરોનાનાં સંક્રમીત કાળનાં સમયમાં પણ જેમ દરેક શહેરો અને જીલ્લાનાં પત્રકારો અને અખબારોએ ખુબજ સારી ભૂમિકા ભજવી છે તેમ જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢ શહેર અને જીલ્લાનાં પ્રિન્ટ મિડીયા, ઈલેકટ્રોનિકસ મિડીયા, સોશ્યલ મિડીયાનાં તમામ મિત્રોએ ખુબજ સુંદર કામગીરી કરી છે અને કરતા રહયા છે. ગમે તેવા આતંકી માહોલમાં પણ તેઓએ અસરકારક ઉતરદાયિત્વ નિભાવ્યું છે. તે કાબીલેદાદ છે. અતિવૃષ્ટિ, ધરતીકંપ, કુદરતી આપત્તી કે કોરોના જેવી મહામારી કોઈપણ બનતી ઘટનાઓમાં પણ પોતાના પરિવારને ઈશ્વર ભરોસે છોડી અને સારી કામગીરી દર્શાવી શકયા છે. તેઓનું એક જ ધ્યેય છે કે જરૂર પડયે મદદ માટે સદાય તત્પર રહેવું અને મિડીયા જગત અને પત્રકાર હોવાનું ગૌરવ ધરાવી ઉત્કૃષ્ટ કામગીરી કરવી. વિશેષમાં જૂનાગઢનાં વિકાસનું એક પછી એક દ્વાર ખુલી રહી છે. ત્યારે આ તકે એટલું જ કહેવાનું કે જૂનાગઢ શહેર અને જીલ્લાનાં વિકાસમાં મિડીયાની પણ મહત્વની ભૂમિકા રહેલી છે જ સર્વેનોંધ લેવી જરૂરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!