સોમનાથ રેલ્વે સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેકશન સાથે સૌરાષ્ટ્ર રાજકોટ અને ભાવનગર ડીવીઝન હેઠળ ચાલતા રેલ્વેની ડબલ લાઇન નાંખવાની અને લાઇનોનું ઇલેકટ્રીફીકેશનની કામગીરીના ચાલી રહેલ પ્રોજેકટોનું તાજેતરમાં સૌરાષ્ટ્રના પ્રવાસે આવેલા પશ્ચીમ રેલ્વેના જીએમ આલોક કંસલે નિરીક્ષણ કરી સ્થાનીક અધિકારીઓ સાથે બેઠક કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતુ. આ તકે સોરઠમાં પ્રવાસનને વિકસાવવા માટે જરૂરી એવી હાલ બંધ પડેલ દેલવાડા, સાસણગીર, જૂનાગઢ મીટરગેજ લાઈનને હેરીટેજ લાઈન તરીકે વિકસાવવાનો પ્રોજેક્ટ રેલ્વેમાં વિચારાધીન હોવાનું અને આ રેલ લાઇન ખાનગી કંપનીને ચલાવવા આપવાની વાતને વેસ્ટર્ન રેલવેના જીએમએ નકારી કાઢી હતી.
આ પ્રવાસ અંગે જીએમ આલોક કંસલે એક વાતચીતમાં જણાવેલ કે, સોરઠના ગીર સોમનાથ અને જૂનાગઢ જીલ્લાના વિસ્તારોને જોડતી અને સાસણગીર જંગલમાંથી પસાર થતી જૂનાગઢ, સાસણગીર, દેલવાડા મીટરગેજ લાઇનને બ્રોડગેજમાં રૂપાતંરીત કરવાનો પ્રસ્તાવ છે. જેના માટે જમીન સંપાદન કરવી જરૂરી હોવાથી ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી વહેલીતકે મંજૂરી મળે તે અંગે ચર્ચા કરવામાં આવી છે. આ બેઠકમાં ગેજ કન્વર્ઝન કરવાની સાથે જંગલમાં વસતા વન્યે પ્રાણીઓને ટ્રેનના આવન-જાવનના લીધે ખતરો ન થાય તે માટે રેલ્વેએે સુરક્ષાની દ્રષ્ટીએ ભરેલા પગલા જેવા કે જરૂરી સ્થળોએ ફેન્સીંગ કરવા, ધીમી ગતિએ ટ્રેન ચલાવવા સહિતની બાબતો રજુ કરી ચર્ચાઓ કરી છે. જૂનાગઢ-સાસણ -દેલવાડા મીટરગેજ લાઇનને હેરીટેજ લાઇન તરીકે વિકાસ કરવા અંગે હાલ રેલ્વે વિચાર કરી રહયુ છે. સ્થાનીક વિસ્તારના વિકાસને ઘ્યાને લઇ ભવિષ્યમાં આ બાબતે ર્નિણય કરવામાં આવશે. વધુમાં હાલ અત્યારે દેશમાં તહેવારોની સીઝન શરૂ થઇ ચુકી છે. જેને લઇ રેલ વિભાગે આયોજન કરી અનેક વિશેષ ટ્રેનો દોડાવવાનું શરૂ કર્યુ છે. જેથી દેશમાં લોકો તેમના મનગમતા સ્થોળોએ તકલીફ વગર પ્રવાસ કરી શકશે. જેમાં પશ્ચીમ રેલ્વેના વિસ્તારોમાં પણ અનેક વિશેષ ટ્રેનો દોડાવવાની મંજુરી આપી છે. કોવીડ મહામારીના સમયની ચુનોતીને રેલ્વેએ અવસરમાં બદલ્યો છે. રેલ્વે પ્રથમ વખત એક નવું ટાઇમટેબલ તૈયાર કરી રહયુ છે. જેમાં વર્તમાન દોડતી ટ્રેનોને કયાં-કયાં સ્ટોપ આપવો અને કયાં સુધી લંબાવી શકાય તેના ઉપર વિચાર કરવામાં આવી રહયો છે. આગામી બે-ચાર મહિનામાં નવું ટાઇમટેબલ જાહેર થશે. જેમાં અનેક જુની દોડતી ટ્રેનોને અન્ય લાંબા અંતરની ટ્રેનો સાથે જોડાયાનું જોવા મળશે.
વેરાવળ (સોમનાથ)ને મુંબઇ સાથે જોડતી ૧૦ કોચની લીંક ટ્રેનને રેલ્વેએ કાપી દીધાના સવાલ અંગે જીએમ કંસલે જણાવેલ કે, કોવીડ મહામારી પૂર્વે પશ્ચીમ રેલ્વે ૨૫૦ ટ્રેનો દોડાવતું હતું. જેની સામે હાલ માત્ર ૭૦ ટ્રેનો જ દોડવાય રહી છે. જેથી પેસેન્જનર કોચની કોઇ કમી નથી. વર્તમાનમાં સૌરાષ્ટ્રમાંથી દોડતી ટ્રેનોમાં ફકત ૩૦ થી ૪૦ ટકા જ રીઝર્વેશન થઇ રહયુ હોવાથી મોટાભાગની ટ્રેનો ખાલી દોડી રહી છે. કોવીડ મહામારીના સમયમાં ખાલી પેસેન્જર ટ્રેનો દોડાવવું રેલ્વે વિભાગને પરવડે તેમ નથી. વર્તમાનમાં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી યાત્રીકોનું રીર્ઝવેશન ઘણું ઓછું થઇ રહયુ હોય જો રીર્ઝવેશન વધશે તો વધુમાં વધુ ટ્રેનો દોડાવવાની અમારી તૈયારી અને ઇચ્છા પણ છે. જેના માટે સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી વધુમાં વધુ લોકો રેલ્વેનું રીઝર્વેશન કરાવશે તો વધુ ટ્રેનો રેલ્વે દોડાવશે. આ અંગે સોરઠના સાંસદની રજુઆત મળેલ છે. જે અંગે કંઇ રીતે લીંક ટ્રેન દોડાવી તેનો વિચાર કરી રહયા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews